ભરઉનાળે સરદાર સરોવરની સપાટીમાં વધારો, ડેમની સપાટી 119.38 મીટર

News18 Gujarati
Updated: April 5, 2019, 4:12 PM IST
ભરઉનાળે સરદાર સરોવરની સપાટીમાં વધારો, ડેમની સપાટી 119.38 મીટર
સરદાર સરોવની ફાઇલ તસવીર

સરદાર સરોવરના સ્થાપનાદિને જ ગુજરાત માટે સારા સમાચારમાં જળસપાટીમાં 36 કલાકમાં 15 સેમીનો વધારો, ઉપરવાસમાંથી ડેમમાં 39,445 ક્યુસેક પાણીની આવક થઈ,કેનાલમાં 5,000 ક્યુસેક પાણી છોડાયું

  • Share this:
દિપક પટેલ, નર્મદા : આજે સરદાર સરોવરનો 58મો સ્થાપના દિવસ છે. ડેમના સ્થાપના દિને જ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. મધ્યપ્રદેશમાં આવેલા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 36 કલાકમાં ડેમની સપાટીમાં 15 સેમીનો વધારો થયો છે.ડેમની સપાટીમાં વધારો થતા ગુજરાતમાં જળ સંકટ હાલમાં ટળતું નજરે આવી રહ્યું છે. ડેમની સપાટીમાં વધારો થતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે.

ભરઉનાળે ડેમની સપાટીમાં પાણીનો વધારો થતા કેનાલમાં 5000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં જ સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી ડેમમાં 39,445 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવકમાં વધારો થતા હાલમાં ડેમની સપાટી 119.38 મીટરે પહોંચી છે.

એકબાજુ ઉનાળો આકરેપાણીએ છે ત્યારે બીજી બાજુ રાજ્યના અનેક તાલુકાઓમાં અછતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરદાર સરોવરના સ્થાપનાદિને જ ડેમની સપાટીમાં વધારો થતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં આ પાણી ખેતી અને સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે.
First published: April 5, 2019
વધુ વાંચો
अगली ख़बर