આજે અધિક માસ અને બુધવારનો શુભ સંયોગ, કુબરેશ્વર મંદિરે શ્રદ્ધાળુ ઉમટ્યા

News18 Gujarati
Updated: June 13, 2018, 2:11 PM IST
આજે અધિક માસ અને બુધવારનો શુભ સંયોગ, કુબરેશ્વર મંદિરે શ્રદ્ધાળુ ઉમટ્યા
News18 Gujarati
Updated: June 13, 2018, 2:11 PM IST
ડભોઈ તાલુકાનાં કારનાડી ગામે નર્મદા નદીના કિનારે કુબરેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે, જે ભારતભરમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ તરીકે જાણીતુ છે. આજે અધિક માસ અને બુધવારી અમાસનો સંયોગ થતા લાખો શ્રધ્ધાળુઓ કુબેર ભંડારી દાદાનાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. એવી માન્યતા છે કે અધિક માસની અમાસે ઉપવાસ રાખી પુણ્યદાન કરનાર શ્રધ્ધાળુઓની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ દિવસે નદીમાં સ્નાન કરવાનુ અનેરુ મહત્વ છે. ત્યારે આજે લાખો શ્રધ્ધાળુઓએ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ડભોઇ તાલુકાના કારનાડી ગામે નર્મદા નદીના કિનારે આવેલ ભારત ભરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબરેશ્વર મહાદેવ કુબેર ભંડારી દાદા મંદિર ખાતે અધિક માસ અને બુધવાર એટલે બુધવારી અમાસ લાખો શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા હતા આમ તો વર્ષ દરમ્યાન આવતી દર અમાસે શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ આજે આ વર્ષની અધિકમાસ ની બુધવારી અમાસ હોઈ કેમકે બુધવાર સહુ સાથે સંલગ્ન હોય છે અમાસ પિતૃ ઓની ગણાય છે.

આ પવિત્ર પુરુષોતામ માસની અધિક માસની અમાસે ઉપવાસ રાખવા અને પુણ્યદાન કરનારને અનેક ગણું ફળ મળે છે જે બુધવારી અમાસનું મહત્વ ગણાય છે સાથે સાથે આ અમાસે નદીઓમાં સ્નાન કરી પિતૃઓનું સ્મરણ કરી સૂર્યદેવને જળ ચડાવી દાન કરવું જેથી શ્રદ્ધાળુઓની જે કાંઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે જેથી કુબેરેશ્વર મહાદેવ કુબેર ભંડારી દાદાના ચરણોમાં ભક્તો એ કાળાતલ ઘી દૂધ દહીં ફૂલ નર્મદા જળ અર્પણ કરી કુબેર દાદા ના દર્શન કર્યા હતા.

શ્રદ્ધાળુઓએ નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કુબેરેશ્વર સોમેશ્વર સયુકર ટ્રસ્ટના કાર્યકરો અને વ્યવસ્થાપક રાજનીભાઈ પંડયા સહિત સેવકો એ કોઈ શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે ખાડે પગે રહી સેવાઓ આપી હતી. અધિક માસની બુધવારી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर