liveLIVE NOW

દેશના પ્રથમ સી પ્લેનમાં સવારી કરીને PM મોદી 50 મિનિટમાં કેવડિયાથી અમદાવાદ પહોંચ્યા

 • News18 Gujarati
 • | October 31, 2020, 14:45 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO
  14:1 (IST)
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી એક વાગે સી-પ્લેનનું ઉદઘાટન કરી અમદાવાદ આવવા રવાના થયા હતા. તેઓ માત્ર 50 મિનિટમાં જ કેવડિયાથી અમદાવાદ સાબરમતી આવી ગયા છે. રાજ્યપાલ દેવવ્રત, સીએમ વિજય રૂપાણી, ગૃહમંત્રીએ પીએમ મોદીનું સાબરમતી રિવરફ્રન્ટ પર સ્વાગત કર્યું હતું. મોદીના આગમનને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અગાઉ જાહેરનામું બહાર પાડીને ડ્રોન સહિતના રિમોટ આધારિત ઉડાડવાના સાધનો પર પ્રતિબંધ લાદયો છે. 


  12:54 (IST)
  12:53 (IST)
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતેથી સી દેશના પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ કર્યું. કેવડિયાથી સી-પ્લેનમા બેસીને સાબરમતી રિવરફ્રન્ટ આવી રહ્યા છે.


  12:26 (IST)
    મોદીએ સિવિલ સર્વિસીસના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરતા કહ્યું કે, કટોકટીનો સામનો કેવી રીતે કરવો તે શીખવું પડશે. અધિકારીઓને સરદાર સાહેબની સલાહ હતી કે દેશના નાગરિકોની સેવા કરવી એ હવે તમારી સર્વોચ્ચ ફરજ છે. હું એ પણ વિનંતી કરું છું કે,સરકારી કર્મચારી જે પણ નિર્ણય લે તે રાષ્ટ્રીય સંદર્ભમાં હોવા જોઈએ, દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવી જોઈએ. આ સાથે તેમણે જણાવ્યું કે, ભલે તમારો વિસ્તાર નાનો હોઇ શકે, તમે જે વિભાગનું સંચાલન કરો છો તેનો વિસ્તાર ઓછો હોઈ શકે, પરંતુ નિર્ણયોમાં હંમેશા લોકોના હિતનો હોવો જોઈએ, રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ હોવો જોઈએ.

  12:8 (IST)
  11:47 (IST)
  9:50 (IST)
    પીએમ મોદીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયા તે અર્ધસૈનિક દળના જ હતા. દેશ ક્યારેય આ ભૂલી નહીં શકે ત્યારે કેટલાક લોકો આ હુમલામાં પણ પોતાનો રાજનીતિક સ્વાર્થ છોડ્યો ન હતો. દેશ ભૂલ નથી શકતો કે, એ લોકોની ખરાબ રાજનીતિ ચરમ સીમા પર હતી. ત્યારે હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોનો સામનો કરતો રહ્યો, મારી અંદર વીર શહીદો માટે દુખ હતું. પાડોશી દેશે જે રીતે હકીકત સ્વીકારી છે, તેના પરથી જાણી શકાય આ લોકો કઇ હદ સુધી જઇ શકે છે. આગ્રહ કરું છું, દેશહિતમાં આપણા સુરક્ષા દળોના મનોબળ માટે પોતાના સ્વાર્થ માટે આવી રાજનીતિ ન કરે. 

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narenda Modi) કેવડીયાના (Kevadia) બે દિવસનાં  (Gujarat Visits) પ્રવાસે છે. 145મી સરદાર પટેલ જન્મજયંતિ (Sardar Patel Jayanti) પૂર્વ દિવસે બીજા ચરણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના (Statue Of Unity) સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ કર્યા હતા. હવે દેશ-વિદેશના પ્રવાસન પ્રેમીઓને સરદાર સરોવર પરિસરમાં એડવેન્ચર ટૂરિઝમ, કુદરતી સૌંદર્ય, જલ-સફર અને દેશ-વિદેશના વન્યપ્રાણીઓ-પક્ષીનો નજારો માણવા મળશે. સરદાર પટેલની પ્રતિમાના ચરણ પૂજન કરીને નતમ્તક પુષ્પાંજલી અર્પી. ત્યારબાદ પીએમ મોદીએ દેશને એકતાના શપથ લેવડાવ્યા. એકતા પરેડમાં ઉપસ્થિત રહી સૈન્યના કરતબો નિહાળ્યા હતા. એકતા પરેડનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી તળાવ નંબર 3 ખાતેથી સી-પ્લેનનું ઉદ્ધાટન કરી તેમાં બેસી અમદાવાદ આવી પહોંચ્યા છે.