દીપક પટેલ, નર્મદા : કોરોના વાયરસ ના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સવા મહિના જેટલો સમયગાળો થઈ ગયો છે ત્યારે લોકોના કારણે લોકો ઘરમાં રહે છે અને ખાસ કરીને લોકો બહાર નથી નીકળતા તેમજ રોડ સૂમસામ છે વાહનોની અવર જવર ઓછી થઈ ગઈ છે.ઝેર ઓકતી ફેકટરીઓ પણ બંધ છે. જેના કારણે અત્યારે પૃથ્વી શુદ્ધ થઈ રહી છે ત્યારે દેશ ની નદીઓનું પાણી પણ એકદમ નિર્મળ આપમેળે થઇ રહ્યુ છે
નર્મદા જિલ્લામાં વહેતી જે કરજણ નદી છે નદીનું જળ જેટલું શુદ્ધ થઈ ચૂક્યું છે કે એની અંદરથી અને પારદર્શી રીતે જોઈ શકો આ પાણી ઘણા વર્ષો બાદ શુદ્ધ થયું છે. જેવી રીતે લૉકડાઉનના કારણે વડોદરાથી પાવાગઢનો પર્વત શુદ્ધ દેખાઈ રહ્યો છે, હિમાચલથી હિમાલયની પર્વતમાળાઓ દેખાઈ રહી છે. ગંગા અને યમુના ચોખ્ખી ચટાક થઈ છે તેવી જ રીતે જ રીત દક્ષિણ ગુજરાતની આ નદી પણ શુદ્ધ બની છે.
આ પણ વાંચો : સુરત : રત્નકલાકાર પતિનું લૉકડાઉનમાં કામ બંધ થતા ગર્ભવતી પત્નીનો આપઘાત, બે સંતાનોએ માતા ગુમાવી
આ પાણી લોકો સીધું પીવે તો પણ નુકસાન ના થાય એટલું શુદ્ધ થઈ ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે કરજણ નદી છે જેની પર કરજણ ડેમ બનેલો છે. અને કરજણ ડેમ બન્યો છે તેનું પાણી સિંચાઈ માટે ભરૂચ-નર્મદા જિલ્લાના લોકોને મળે છે ત્યારે હાલમાં નર્મદા હાલમાં કરજણ નદીમાં પણ ભરપૂર માત્રામાં જ્યારે સિંચાઈ માટે પણ આ પાણીનો પુરવઠો પૂરતો છે.
આ પણ વાંચો : ડાંગ : લૉકડાઉનમાં 13.96 લાખની ગુટખા ઝડપાઈ, વ્યસનીઓ માટે મહારાષ્ટ્રથી બટેટામાં ઘૂસાડી લવાતો હતો જથ્થો
સાથે સાથે પીવાનું પાણી પણ લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા પ્રમાણમાં કરજણ નદીનો પાણીનો ભરપૂર જથ્થો હાલમાં જ દેખાઈ રહ્યો છે ત્યારે ઉનાળાની સિઝનમાં કરજણ નદીનો નજારો ખુબ જ સુંદર અને સ્વચ્છ દેખાઈ રહ્યો છે
Published by:News18 Gujarati
First published:May 11, 2020, 23:21 pm