ત્યજી દેવાયેલી નવજાતના દેહને શ્વાન હોસ્પિટલથી ખેચી કચેરી પાસે લઇ ગયું

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 7:21 PM IST
ત્યજી દેવાયેલી નવજાતના દેહને શ્વાન હોસ્પિટલથી ખેચી કચેરી પાસે લઇ ગયું
નર્મદાઃ સરકાર હાલમાં ભ્રુણ હત્યા રોકવા માટે અનેક જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે.તે છતાં પણ એક બાળકીની ભ્રુણ હત્યાના ઘણા કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવ્યા જ કરતા હોઈ છે. ત્યારે આજે વહેલી સવારે કડકડતી ઠંડીમાં નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ના નગરપાલિકા પાસે એક તાજી જ જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 7:21 PM IST
નર્મદાઃ સરકાર હાલમાં ભ્રુણ હત્યા રોકવા માટે અનેક જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે.તે છતાં પણ એક બાળકીની ભ્રુણ હત્યાના ઘણા કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવ્યા જ કરતા હોઈ છે. ત્યારે આજે વહેલી સવારે કડકડતી ઠંડીમાં નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ના  નગરપાલિકા પાસે એક તાજી જ જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

ત્યાં આ ઘટના પ્રત્યક્ષ જોનારા લોકોના કહેવા મુજબ સવાર સવાર માં રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને વિજય પ્રસુતિ ગૃહ પાસેના ચાર રસ્તા પાસે પડેલી આ મૃત બાળકીના મૃતદેહને એક સ્વાન ખેંચીને લય આવ્યું હતું. તો આ મામલે રાજપીપળા સિવિલ હોસ્પિટલ અને વિજય પ્રસુતિ ગૃહ શંકાના દાયરામાં હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. વળી આ બાળકીની ભ્રુણ હત્યા કરાઈ છે, કે મૃત બાળકી જન્મી હતી કે પછી કોઈ કુંવારીકાએ પોતાનું પાપ છુપાવવા આ કૃત્ય કર્યું હશે.

સહીત ની અટકળો પણ વહેતી થઇ છે. હાલ માં તો પોલીસે ત્યાં પહોંચી મૃત બાળકીને લય જય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પણ આ મામલે જો તલસ્પર્શી તપાશ કરવામાં આવે તો રાજપીપળામાં કદાચ ભ્રુણ હત્યા નો ગોરખધંધો થતો હોવાનો પર્દાફાશ થઇ શકવાની પુરે પુરી શક્યતાઓ રહેલી છે.

First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर