રાષ્ટ્રપતિ રામનાથ કોવિંંદ પહોંચ્યા કેવડિયા, 'ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' શરૂ

રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાન મારફતે સવારે વડોદરા પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચશે.

રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાન મારફતે સવારે વડોદરા પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચશે.

 • Share this:
  સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડિયા ટેન્ટ સીટી-2માં આજે 25, 26 નવેમ્બરે દેશની 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” યોજાશે. કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહીત દેશના 28 રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ, વીવીઆઈપી ઉપસ્થિત રહ્યા છે. જેથી તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ સાથે રામનાથ કોવિંદની વિશેષ ઉપસ્થિતિમાં કેવડિયા ખાતે આયોજિત 80માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનો ઉદ્ઘાટન સમારંભ શરૂ થઇ ગયો છે.

  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યનાં સીએમ વિજયભાઇ રૂપાણીએ કેવડિયા ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું કેવડિયામાં સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ એરફોર્સના વિમાન મારફતે વડોદરા પહોંચ્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા આવ્યા છે.  લોકસભાના અધ્યક્ષ અને દેશના તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ બે દિવસય કોન્ફરન્સમાં હાજર રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા એક દિવસ પહેલા આવ્યા છે. પ્રથમ વખત જાહેર કાર્યક્રમમા રાષ્ટ્પતિ રામનાથ કોવિદ હાજર રહ્યા છે. આ સાથે આવતી કાલે, 26 નવેમ્બરના રોજ સમાપન સમારોહમાં PM મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી કોંફરન્સમા સંબોધન કરશે.

  ઉપરાષ્ટ્રપતિ ગઇકાલે જ પહોંચ્યા હતા કેવડિયા

  ગઇકાલે 24મી તારીખે દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ વડોદરા એરપોર્ટ આવ્યા હતા. જ્યાં તેમનું ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર જીગીશા શેઠ, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશ્નર આર.સી બ્રહ્મભટ્ટે ઉપરાષ્ટ્રપતિને આવકાર્યા હતા. ત્યાંથી તુરંત જ તેઓ કેવડિયા જવા માટે રવાના થયા હતા.

  નોંધનીય છે કે, 26 નવેમ્બરને લોકશાહિના ઇતિહાસમાં મહત્વપુર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસને બંધારણ દિવસ કે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ શતાબ્દિ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.  જિલ્લા વહીવટી તંત્ર બન્યું સજ્જ

  આ કાર્યક્રમને લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વિવિધ 37 જેટલી ટીમો બનાવી તમામ મહેમાનોની સુરક્ષા સાથે લાયઝન આધિકારીઓની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. જે અધિકારીઓની સાથે રહીને તમામ બાબતોનું ધ્યાન રાખશે. બાકીની તમામ સુવિધાઓ પ્રવાસન વિભાગ દ્વારા નર્મદા ટેન્ટ સીટી -2 ખાતે કરવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published: