લૉકડાઉનમાં ભાવ ન મળતા ખેડૂતોઓ કંટાળીને કેળાના પાક પર ટ્રેક્ટર ચલાવ્યું

લૉકડાઉનમાં ભાવ ન મળતા ખેડૂતોઓ કંટાળીને કેળાના પાક પર ટ્રેક્ટર ચલાવ્યું
ટ્રેક્ટરથી કેળાના પાકનો નષ્ટ કરે રહેલા ખેડૂતો.

કેળાના ઉત્પાદનમાં નર્મદા જિલ્લો ગુજરાતમાં પ્રથમ નંબર પર છે પરંતુ લૉકડાઉનને પગલે ખેડૂતો પરેશાન, ભાવ ન મળતા પાક નષ્ટ કરવાનું શરૂ કર્યું.

 • Share this:
  દીપક પટેલ, નર્મદા : સમગ્ર દેશમાં લૉકડાઉન (Lockdown)નો બીજો તબક્કો હાલ ચાલુ છે ત્યારે નર્મદા (Narmada District)માં કેળા (Banana) પકવતા ખેડૂતોને વેપારીઓ યોગ્ય ભાવ ન આપતા ખેડૂતો (Farmers)ને નુકસાન સહન કરીને તેમનો માલ વેચવાનો વારો આવ્યો છે. આ વાતથી ખેડૂતો કંટાળીને પોતાનો ઉભો પાક જાતે જ નષ્ટ કરી રહ્યા છે. બીજી બાજુ અમુક ખેડૂતો ઉભા પાકને આગ લગાડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા માટે સરકાર મધ્યસ્થી બનીને વેપારીઓ પાસેથી યોગ્ય ભાવ અપાવે તેવી માંગ ઉઠી છે.

  કેળાના ઉત્પાદનમાં નર્મદા જિલ્લો આખા રાજ્યમાં પ્રથમ નંબરે આવે છે. જિલ્લામાં 15 હજાર હેક્ટર જમીનમાં કેળાનો પાક કરવામાં આવ્યો છે. દેશ-વિદેશોમાં પણ નર્મદા જિલ્લાના કેળાની મોટી માત્રામાં નિકાસ થાય છે.  નર્મદા માંથી ગલ્ફ દેશોમાં પાક જાય છે. જેમાં 200 થી 350 રૂપિયે 20 કિલોના ભાવ આવે છે. લૉકડાઉન કારણે મોટા શહેરોમાં કર્ફ્યૂ જેવો માહોલ છે. હોલસેલ વેપારીઓ માલ લેતા નથી એટલે ખડૂતોની મુશ્કેલી વધી છે.

  આ પણ વાંચો : અરવલ્લીના કોરોના પોઝિટિવ દર્દીનો વીડિયો, 'કોરોનાથી ડરવાનું ન હોય, મનને મજબૂત રાખો'  ખેડૂતો કેળાના એક છોડ પાછળ 100 થી 150 રૂપિયાનો ખર્ચ કરે છે જેની સામે આજે 20 કિલોના 30 રૂપિયા જેટલા રૂપિયા ખેડૂતોને મળે છે. આથી હવે સરકાર મધ્યસ્થી કરીને ખેડૂતો પાસેથી ખરીદી કરે તેવી માંગ ઉઠી છે. બીજી તરફ અનેક ખેડૂતોએ તમામ આશાઓ છોડીને હવે કેળાનો પાક જ નષ્ટ કરી દેવાનું શરૂ કર્યું છે.
  First published:April 23, 2020, 12:47 pm

  ટૉપ ન્યૂઝ