નર્મદા ડેમની સપાટી વધી રહી છે પરંતુ રાજ્યમાં ઠેરઠેર ટેન્કર રાજ

પ્રતિકાત્મક તસવીર

સરકારનાં જણાવ્યાં પ્રમાણે 2018-19માં ગુજરાતનાં 717 ગામડાઓમાં ટેન્કર માધ્યમથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં અનેક જગ્યાએ ભરઉનાળે પીવાનાં પાણીની અછત સર્જાઇ છે. જેના કારણે ઠેરઠેર હોબાળા અને વિરોધો થઇ રહ્યાં છે. ત્યારે પાણીની અછતને કારણે સરકારનાં જણાવ્યાં પ્રમાણે 2018-19માં ગુજરાતનાં 717 ગામડાઓમાં ટેન્કર માધ્યમથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

  ચોમાસાને હજીવાર છે ત્યારે ભરઉનાળે ગામડાઓમાં તો ઠીક મોટા શહેરોમાં પણ પાણીની અછત વર્તાઇ રહી છે. ગુજરાતનાં મોટાભાગનાં શહેરો અને ગામડાઓમાં પાણી મળતુ નથી તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનાં પાણીનાં જથ્થા સામે સવાલો થઇ રહ્યાં છે.

  આ પણ વાંચો: નવસારી: લાઇનોમાં ઊભા રહીને વેચાતું લેવું પડે છે પાણી!

  ગુજરાતને આ વર્ષે 60,38,272 એકરફૂટ પાણી મળ્યું છે. જેમાંથી પીવાનાં પાણી અને ઉદ્યોગોની જરૂરિયાત 38,57,142 એકરફૂટ પાણીની છે. એટલે નર્મદા ડેમમાં 21,81,130 પાણી વધવુ જોઇએ પરંતુ આપણને તો પાણીની અછત થઇ રહી છે. ગુજરાત ખેડૂત મંચના આગેવાનોએ મુખ્યમંત્રીને પત્ર લખીને નર્મદાનાં પાણીનો હિસાબ ગુજરાતની જનતાને આપવાની માંગ કરી છે.

  આ પણ વાંચો: આનંદો! ભર ઊનાળે સરદાર સરોવરમાં પાણીની આવક, ડેમની સપાટી 119.21 મીટર

  રાજ્યને નર્મદામાંથી મળતા વાર્ષિક 90,00,000 એકર ફૂટ પાણી મળ્યું છે. મધ્યપ્રદેશમાંથી પાણીની આવક હજી ચાલુ છે. હાલ નર્મદા ડેમની સપાટી વધી રહી છે. તે છતાંપણ ગુજરાતનાં ખેડૂતો અને સામાન્ય જનતાને પાણી માટે આંદોલનો કરવા પડે છે.
  Published by:Kaushal Pancholi
  First published: