Home /News /south-gujarat /ગૃહમંત્રી અમિત શાહે ડેડિયાપાડામાં જનસભાને સંબોધી, કહ્યુ - કોંગ્રેસના રાજમાં આલિયા-માલિયા-જમાલિયા ઘૂસી જતા હતા

ગૃહમંત્રી અમિત શાહે ડેડિયાપાડામાં જનસભાને સંબોધી, કહ્યુ - કોંગ્રેસના રાજમાં આલિયા-માલિયા-જમાલિયા ઘૂસી જતા હતા

અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર

Amit Shah In Dediapada: દેશના ગૃહમંત્રી અમિત શાહે ડેડિયાપાડામાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતુ. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

    ડેડિયાપાડાઃ દેશના ગૃહમંત્રી અમિત શાહે ડેડિયાપાડામાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસે વિકાસ નહોતો કર્યો, ભાષણો બહુ કર્યા. નરેન્દ્ર મોદીએ આઠ વર્ષમાં ગરીબોના જીવનમાં અજવાળું પાથરવા માટે મોટું બજેટ ફાળવ્યું. ડેડિયાપાડામાં, નાંદોદમાં એકપણ એવું ઘર નથી જ્યાં વીજળી ના પહોંચી હોય. આ નરેન્દ્ર મોદીએ કર્યું.’

    ‘કોંગ્રેસે આદિવાસીઓનું શોષણ કર્યુ’


    વધુમાં તેમણે અન્ય પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા કે, ‘કોંગ્રેસે અનેક વર્ષો સુધી ભાષણ કર્યા, હમણાં નવા આવ્યાં એય ભાષણ કરે છે. કોંગ્રેસે નારો આપ્યો તો, ગરીબી હટાવીશું. તમે ગરીબી ના હટાવી ગરીબોને જ હટાવવાનું કામ કર્યું. આદિવાસી સમાજના વોટ લઈ તેમનું શોષણ કર્યું. આઝાદીના 70 વર્ષેય આદિવાસી રાષ્ટ્રપતિ નહોતા બન્યાં. નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસી ગરીબ ઘરની દીકરી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યાં.’

    આ પણ વાંચોઃ સીએમ પટેલ સાથે અમિત શાહનો દમદાર 'રોડ શો’


    પાકિસ્તાનમાં ઘૂસીને નરેન્દ્રભાઈએ જવાબ આપ્યો હતોઃ શાહ


    કોંગ્રેસિયાઓ પૂછતા હતા કે, મંદિર વહી બનાયેંગે, તિથિ નહીં બતાયેંગે. રાહુલબાબા કાન ખોલીને સાંભળી લો, પહેલી જાન્યુઆરી 2024ની ટિકિટ કરાવીને ત્યાં જાવ ભવ્ય રામમંદિર ત્યાં અયોધ્યામાં બની રહ્યું છે. સોનિયા-મનમોહનની સરકાર ચાલી. દસ વર્ષમાં પાકિસ્તાનથી રોજેરોજ આલિયા-માલિયા-જમાલિયા ઘૂસતા હતા અને આપણાં જવાનોના માથા કાપીને લઈ જતા હતા. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતાં જ પાકિસ્તાન ભૂલી ગયું કે, ભાજપની સરકાર છે, કોંગ્રેસની નથી. પુલવામામાં હુમલો કર્યો તો 10 જ દિવસમાં નરેન્દ્રભાઈએ ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો હતો.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Amit Shah Gujarat Visit, Amit Shah news, Amit Shah visit Gujarat

    विज्ञापन
    विज्ञापन