ઝિમ્બાબ્વે સરકારમાં મંત્રી બન્યા એક ગુજરાતી, રાજપીપળામાં કરાયું સન્માન

News18 Gujarati
Updated: November 29, 2018, 4:12 PM IST
ઝિમ્બાબ્વે સરકારમાં મંત્રી બન્યા એક ગુજરાતી, રાજપીપળામાં કરાયું સન્માન
રાજ મોદીના સન્માન સમયની તસવીર

રાજપીપળાના રાજ મોદી આજથી 30-35 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી પારકા દેશ ઝિમ્બાબ્વેમાં ધંધા અર્થે પહોંચ્યાં હતા

  • Share this:
દિપક પટેલ, નર્મદા

રાજપીપળાના રાજ મોદી આજથી 30-35 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી પારકા દેશ ઝિમ્બાબ્વેમાં ધંધા અર્થે પહોંચ્યાં હતા વર્ષ 2018માં ઝિમ્બાબ્વેમાં યોજાયેલ ચૂંટણીમાં તેઓએ ભારે બહુમતીથી જીત હાંસિલ કરી અને ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના નાયબ પ્રધાન બનાવતા રાજપીપળાનું નામ રોશન થયું છે. રાજપીપળાના સામાન્ય કુટુમ્બમાં જન્મેલા રાજેશકુમાર ઇન્દુભાઇ મોદી (રાજમોદી) રાજપીપલાની ધરતી છોડીને આફ્રિકાના ઝીમ્બાબ્વે દેશમાં વસ્યા હતા. બાદ શરૂઆતમાં નાની નોકરી તથા પોતાનો નાનો ધંધો શરૂ કર્યો પોતાની આગવી સુઝબુઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝીમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા.

ગત 2018 ના ઝિમ્બાબવે દેશની ચૂંટણીમાં (રાજકીય ક્ષેત્રે) આમ જનતાની ઇચ્છાથી કદમ મૂકયા અને વિશાળ બહુમતી એ ચૂંટાઇ આવ્યા.એ બાદ ઝીમ્બાબ્વેની સરકારમાં ઝીમ્બાબ્વે દેશના ડેપ્યુટી મીનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતુ સોપવામાં આવ્યું.

આ રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય જેથી રાજપીપળા વણિક સમાજ દ્વારા એમનું જાહેર સન્માન કરાયું અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળાની ગલીઓમાં ઉછરી ધંધા અર્થે ઝિમ્બાબવે ગયેલા એક વણિક યુવાને એવું તો નહિ જ વિચાર્યું હોય એક એક દિવસ તેઓ એ જ દેશના ઉચ્ચ હોદ્દા પર બેસશે,પણ હાલ તો નર્મદા જિલ્લા માટે અને ખાસ કરીને રાજપીપળા માટે તો આ ગૌરવ લેવા જેવી વાત છે અને જો તમે મહેનત કરો તો સફળતા તમારા પગોને ચુંબન કરે એ વાત પણ એટલીજ સાચી છે.

આજે રાજપીપલા ખાતે આવેલા આ રાજમોદી એ જણાવ્યું કે 'હું ઝિમ્બાબ્વેમાં પ્રથમ ભારતીય છું કે જે ઝિમ્બાબ્વે સંસદમાં નાયબ મંત્રી બન્યા છે તેનું મને ગૌરવ છે અને અહીં આવવાનો મારો ઉદેશ્ય એ છે કે ભારત અને આફ્રિકાના ધંધાકીય સબંધ વધે અને આ માટે મેં વ્યાપાર ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સાથે દિલ્હીમાં બેઠક પણ કરી હતી અને ભારત સરકાર ખુબજ સકારત્મક વલણ ધરાવે છે જેથી હું ભારત ના લોકોને ઝિમ્બાબ્વેમાં વ્યાપાર માટે રોકાણ કરવા આવકારું છું'
First published: November 29, 2018, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading