Narmada Damમાં પાણીની સપાટી 136.20 મીટર; 23 દરવાજા ખોલાયા

News18 Gujarati
Updated: September 9, 2019, 1:02 PM IST
Narmada Damમાં પાણીની સપાટી 136.20 મીટર; 23 દરવાજા ખોલાયા
ફાઇલ ફોટો

રાજ્યમાં સરેરાશ 109.99 ટકા વરસાદ થવાથી રાજ્યના 204 જળાશયોમાં પાણીનો સંગ્રહ 81.54 ટકા થયો છે

  • Share this:
દીપક પટેલ, નર્મદા/ગાંધીનગર:  સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) સપાટી માં સતત વધારો થયો છે. મધ્ય પ્રદેશમાં (MP)ના ઓમકારેશ્વર ડેમ માંથી 6 લાખ 40 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.  આજે ડેમની ઐતિહાસિક સપાટી વતાવી. હાલ ડેમ ની સપાટી 136.20 મીટર છે.  અને નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.  ડેમ દરવાજા માંથી 5 લાખ 6 હજાર ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડાતા નદી બે કાંઠે વહે છે. કેવડિયા નો ગોરા બ્રિઝ પર પાણી ફરી વર્તા રાહદારીઓ માટે બ્રિઝ બંધ કરાયો છે. ડેમ માં હાલ 4970 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં સરેરાશ 109. 99 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ થવાથી ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઇ ગઇ. જેના પરિણામે રાજ્યમાં 72 જળાશયો છલકાયા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચમાં 146. 19 ટકા, છોટા ઉદેપુરમાં 142.72 ટકા, કચ્છમાં 140. 99 ટકા, જામનગરમાં દેવભૂમિદ્વારકામાં 102. 17 ટકા અને ખેડામાં 101.35 ટકા વરસાદ વરસ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, રાજ્યના 21 તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 156 તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

રાજ્યમાં સરેરાશ 109.99 ટકા વરસાદ થવાથી રાજ્યના 204 જળાશયોમાં પાણીનો સંગ્રહ 81.54 ટકા થયો છે. રાજ્યના 72 જળાશયો છલકાયા છે. 62 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાયાં છે. જ્યારે 23 જળાશયો 50 થી 70 ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ 304888.52 એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના 91.26 ટકા છે.

રાજ્યના 8જળાશયોમાં 10,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48.66 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 95.82 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 87. 15 ટકા, કચ્છના 20 જળાશયોમાં 75.37 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

 
First published: September 9, 2019, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading