Home /News /south-gujarat /નર્મદા: આકાશી વીજળી પડતા બે લોકોનાં મોત, પાંચ ઘાયલ; વીજળીથી બચવા શું કરશો?

નર્મદા: આકાશી વીજળી પડતા બે લોકોનાં મોત, પાંચ ઘાયલ; વીજળીથી બચવા શું કરશો?

વીજળી પડતાં બે લોકોનાં મોત (પ્રતીકાત્મક તસવીર)

Lightning Safety Tips: કોઇ પણ જગ્યાએ બહાર જતા પહેલા હવામાનના પૂર્વાનુમાનો વિશે જરૂર તપાસો. જો વેધર ફોરકાસ્ટમાં વીજળીની સાથે વરસાદની આગાહી અપાઇ હોય તો તમારો પ્રવાસ કે બહાર જવાનું ટાળી દો અથવા સુનિશ્ચિત કરો કે જે તે જગ્યાએ સુરક્ષિત સ્થાન મળી રહે.

વધુ જુઓ ...
નર્મદા: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. સામાન્ય રીતે ભાદરવામાં જ્યાં પણ વરસાદ પડે ત્યાં ધોધમાર પડતો હોય છે. સાથે જ આ સિઝન દરમિયાન સામાન્ય કરતા વધારા પ્રમાણમાં વીજળીના કડાકા-ભડાકા થતા હોય છે. બીજી તરફ છેલ્લા બે દિવસથી વીજળી પડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માલ ગામ ખાતે આકાશી વીજળી પડતા બે લોકોનાં મોત થયા છે. વીજળી પડતાં પાંચ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે 11મી સપ્ટેમ્બરના રોજ બપોરના 2.30 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ દરમિયાન માલ ગામ ખાતે સાત લોકોએ એક ઝુંપડામાં આશ્રય લીધો હતો. અચાનક વીજળી પડતાં તેમાંથી બે લોકોનાં મોત થયા છે.

મૃતકોનાં નામ:


1) વસાવા બાજુબેન અમરસીંગભાઈ ઉ.વ. 57
2) વસાવા દિનેશભાઈ અજમાભાઈ ઉ.વ. 33

વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શું કરવું અને શું ન કરવું તેના પર એક નજર કરીએ....

હંમેશા સાવચેત રહો


કોઇ પણ જગ્યાએ બહાર જતા પહેલા હવામાનના પૂર્વાનુમાનો વિશે જરૂર તપાસો. જો વેધર ફોરકાસ્ટમાં વીજળીની સાથે વરસાદની આગાહી અપાઇ હોય તો તમારો પ્રવાસ કે બહાર જવાનું ટાળી દો અથવા સુનિશ્ચિત કરો કે જે તે જગ્યાએ સુરક્ષિત સ્થાન મળી રહે.

ઘરની અંદર જાઓ


યાદ રાખો, જ્યારે પણ વીજળી ગરજે તો ઘર કે સુરક્ષિત સ્થાનની અંદર જાઓ. વીજળીના કડાકાઓ સંભળાય ત્યારે એક સુરક્ષિત અને સંલગ્ન સ્થળ શોધવું. સુરક્ષિત સ્થાનોમાં ઘર, ઓફિસ, શોપિંગ સેન્ટર અને બારીઓ સાથેના હાર્ડ ટોપ વાહનો પણ સામેલ છે.

ખુલ્લામાં હોય ત્યારે પણ તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ ભાગો


જો તમે કોઇ ખુલ્લી જગ્યામાં છો અને વીજળી પડવાની સંભાવના વર્તાય તો તુરંત જ કોઇ સુરક્ષતિ જગ્યા શોધો. બચાવ માટે આ સૌથી મહત્વનો ઉપાય છે. જોકે જમીનની નજીક બેસી કે સુઈ જવાથી તમને ઇજાઓ થવાની સંભાવના ઓછી થાય છે, પરંતુ તે તમને ખતરાથી બચાવી શકશે નહીં. જો તમે કોઇ પણ પ્રકારના સુરક્ષા સંસાધનો વગર જ બહાર હોય તો આ ઉપાયો તમને કામ લાગી શકે છે:

- ઊંચાઇ વાળી જગ્યાઓ જેવી કે પહાડો, શિખરો જેવા ક્ષેત્રો પરથી તુરંત નીચે ઉતરો.

- ક્યારેય પણ જમીન પર સપાટ ન સૂવો. તમારા શરીરને વાળીને કાન પર હાથ રાખીને બોલ જેવી સ્થિતિમાં નીચે ઝૂકી જાવ. જેથી તમારા શરીરનો જમીન સાથે ઓછામાં ઓછો સંપર્ક રહે.

- આવી સ્થિતિમાં ક્યારેય પણ વૃક્ષ નીચે ઊભા ન રહેવું

- તુરંત જ તળાવ, સ્વિમિંગ પુલ કે અન્ય પાણીવાળી જગ્યાએથી બહાર નીકળી જવું.

- ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર રહો.

- એકબીજાથી થોડા અંતરે ઊભા રહો.

જો તોફાન કે વીજળી સમયે તમે ગૃપમાં એકત્રિત થયા છો, તો તુરંત જ એકબીજાથી થોડું અંતર રાખી દૂરદૂર ઊભા રહો. જેથી વીજળી ધરતી પર પડે તો ઇજાનું પ્રમાણ ઘટી શકે.

ક્યારેય ન કરો આ કામ:


ખુલ્લી જગ્યાઓમાં ન રહો


તોફાન કે વીજળી દરમિયાન મોટરસાયકલ જેવા ખુલ્લા વાહનો કે અન્ય ખુલ્લી જગ્યામાં જવાનું કે રહેવાનું ટાળો. આ દરમિયાન રમતના ખુલ્લા મેદાનો કે પાર્ક, તળાવ, બીચ, સ્વિમિંગ પુલથી દૂર રહો.

ઊંચી ઇમારતો અને બાંધકામથી દૂર રહો.


તોફાન દરમિયના કોંક્રિટના ફ્લોર પર ન સૂવો. આ ઉપરાંત કોંક્રિટની દિવાલોથી પણ દૂર રહો. વીજળી કોઇ પણ મેટલ વાયર, કોંક્રિટ ફ્લોર કે દિવાલોમાંથી પસાર થઇ શકે છે.


ઘરની અંદર રાખો આ કાળજીઓ


માત્ર ઘરની બહાર જ નહીં પરંતુ ઘરની અંદર પણ અમુક સાવચેતીઓ રાખવી જરૂરી છે.

પાણીથી દૂર રહો


વીજળી ઘર કે ઇમારતના પાણીના પાઇપ દ્વારા પણ પસાર થઇ શકે છે, તેથી તોફાન દરમિયાન વાસણ સાફ કરવા, ન્હાવું કે કોઇ પણ પાણી સાથે જોડાયેલ પ્રક્રિયા ન કરવી.

ઇલેક્ટ્રિક ઉપકરણોથી રહો દૂર


ઇલેક્ટ્રિસીટી સાથે જોડાયેલ કોઇ પણ ઉપકરણો જેવા કે, કમ્પ્યૂટર, ફોન, ગેમિંગ સિસ્ટમ, સ્ટવ, વોશિંગ મશીન, લેપટોર વગેરેથી દૂર રહેવું. વીજળી ઇલેક્ટ્રિક સિસ્ટમ્સ, રેડિયો, ટેલિવિઝન રિસેપ્શન સિસ્ટમ અને કોંક્રિટની દિવાલો કે ફર્શમાં કોઇ ધાતુ કે તાર દ્વારા પસાર થઇ શકે છે.

કોર્ડેડ ફોનથી સાવચેત રહો


તોફાન દરમિયાન કોર્ડેર ફોનનો ઉપયોગ કરવો હાનિકારક સાબિત થઇ શકે છે. જોકે કોર્ડ લેસ કે સેલ્યુલર ફોન વાપરી શકો છો.

બારી-બારણાંઓ, કોંક્રિટ અને થાંભલાઓથી દૂર રહો


તોફાન કે વીજળી દરમિયાન કોંક્રિટના ફર્શ પર ન સૂવો. આ ઉપરાંત કોંક્રિટની દિવાલો, ઘરના બારી-બારણાઓ અને વાયરના થાંભલાઓથી દૂર રહેવું સલાહ ભર્યું છે.

ઉપર આપેલા તમામ સુચનો અને ઉપાયો તમને અને તમારા પરીવારને વીજળીથી થતી કોઇ પણ પ્રકારની ઇજાઓથી બચાવી શકે છે અને કોઇ પણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય છે.
First published:

Tags: Lightning, Narmada, ગુજરાત, ચોમાસુ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો