Home /News /south-gujarat /ગુજરાતમાં દુષ્કાળના ડાકલા: Narmada dam ગત વર્ષની સરખામણીએ 20 મીટર ખાલી, વરસાદ ખેંચાશે તો જળસંકટ ઊભું થવાના એંધાણ

ગુજરાતમાં દુષ્કાળના ડાકલા: Narmada dam ગત વર્ષની સરખામણીએ 20 મીટર ખાલી, વરસાદ ખેંચાશે તો જળસંકટ ઊભું થવાના એંધાણ

સરદાર સરોવર ડેમ (ફાઇલ તસવીર)

Narmada dam water level: ડેમમાં ઓછું પાણી હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે.

  દિપક પટેલ, નર્મદા: આ વર્ષે વરસાદ (Gujarat rain shortage) હાથતાળી આપી રહ્યો છે. હાલ રાજ્યમાં 40 ટકાથી વધારે વરસાદની ઘટ ચાલી રહી છે. પાછલો વરસાદ પડશે તો પણ વરસાદની ઘટ સરભર થવાની સંભાવના ઓછી છે. આ સમયે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam/Sardarsarovar dam) પર પીવાના પાણી માટે આધાર રાખવો પડશે તેવી સ્થિતિ ઊભી થશે. હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટીમાં 24 કલાકમાં માત્ર 3થી 4 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમ 50 ટકા કરતા પણ ઓછું પાણી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર  જેટલો ખાલી છે.

  સરદાર સરોવર નર્મદા બંધ (Sardar sarovar dam) ગત વર્ષે 28 ઓગષ્ટ, 2020ના રોજ સાંજે 5 કલાકે 138.68 મીટરને પાર કરતા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા નિગમના MD ડૉ.રાજીવ ગુપ્તા (Dr. Rajiv Gupta)એ ટ્વીટ કરી દેશને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વર્ષે હાલત કઈ જુદી જ છે. સારા વરસાદ અને વહેલા વરસાદની આગાહી કરતું મૌસમ વિભાગ (Weather department) પણ ચિંતામાં છે. કેમ કે આ વર્ષે વરસાદ ખૂબ ઓછો છે. નર્મદા જિલ્લા (Narmada district)માં સિઝનનો અત્યારસુધીનો માત્ર 487 MM વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદ સારો છે પરંતુ સરદાર સરોવરથી ઓમકારેશ્વર ડેમ સુધીનો જે કેચમેન્ટ વિસ્તાર છે, તેમાં ખૂબ ઓછો વરસાદ છે.

  હાલ નર્મદા બંધની જળસપાટી (Sardar sarovar dam water level) 115.81 મીટર થઇ છે. ઉપરવાસમાંથી પાણીની અવાક માત્ર 12,350 ક્યુસેક થઇ રહી છે. જ્યારે જાવક 12,000 ક્યુસેક થઇ રહી છે. એટલે હાલ છેલ્લા 12 કલાકમાં માત્ર 7 સે.મી.નો વધારો નોંધાયો છે.

  આ પણ વાંચો: વેરાવળ: પફર માછળી ખાધા બાદ મોત થયાનો દેશનો પ્રથમ બનાવ, સાઇનાઇટ કરતા 1500 ગણી વધારે ઘાતક

  નર્મદા બંધમાં હાલ તો પાણીનો જથ્થો છે પરંતુ જો વરસાદ હજુ ખેંચાશે તો ગંભીર જળસંકટ ઊભું થશે. 2018માં જ્યારે નર્મદા બંધની જળસપાટી 110 મીટર ગઈ હતી ત્યારે (IBPT ટનલ) ઇરીગેશન બાઈપાસ ટનલ ખોલવાની જરૂર પડી હતી. બાદમાં બે વર્ષ સારો વરસાદ પડતા નર્મદા બંધ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ગયો હતો અને ડેમના 27 ગેટ ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ વિપરીત છે.

  ડેમમાં ઓછું પાણી હોવાને કારણે નર્મદા ડેમમાંથી રાજ્યને ઓગસ્ટના અંત સુધી જ સિંચાઈનું પાણી મળશે. નર્મદા ડેમમાં હાલ 3.49 મિલિયન MAF (એકર ફૂટ) એટલે કે 45.50 ટકા પાણીનો ડેડ સ્ટોરેજ છે. અત્યારે ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો ઊભા થવાની શક્યતાઓ છે.

  ડેમમાં પીવાનું પાણી 30 સપ્ટેમ્બર સુધી આરક્ષિત રાખવાનો નિર્ણય નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. બાકીનું પાણી ખેડૂતોનો ઊભો પાક બચાવવા સિંચાઈ માટે આપવાની જાહેરાત કરી છે. હાલ વાપરી શકાય એટલું પાણી 0.55 MAF (એકર ફૂટ) એટલે 11 ટકા જ છે, ખેંચાયેલા વરસાદની સ્થિતિ હોવા છતાં સિંચાઈ માટે વધુ કાપ આવે એવા સંજોગો હાલ ઉભા થયા છે.
  " isDesktop="true" id="1127267" >

  નર્મદા ડેમમાંથી રોજ ઉદ્યોગો 125 ક્યૂસેક પાણી અપાય છે. રાજ્ય સરકારે સિંચાઈ માટે કુલ 36 હજાર 500 મિલિયન ક્યૂબિક ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું છે. ઉત્તર ગુજરાતને 2 હજાર એમસીએફટી, મધ્ય ગુજરાતને 12 હજાર એમસીએફટી, સૌરાષ્ટ્રને 2500 એમસીએફટી તેમજ દક્ષિણ ગુજરાતને 20 હજાર એમસીએફટી પાણી સિંચાઈ માટે પૂરું પડાશે. 9.5 લાખ એકર ખેતીની જમીનને સિંચાઈ માટે પાણી ફાળવાશે. ત્યારે હાલ તો ગુજરાતની જીવાદોરી માથે જળસંકટ તોળાઈ રહ્યું છે. જો વરસાદ હજુ ખેંચાયો તો રાજ્યના ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની જશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Narmada dam, Sardar Sarovar, ગુજરાત, વરસાદ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन