સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવું નજરાણું, જોવા મળશે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી

News18 Gujarati
Updated: October 21, 2020, 8:44 AM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં નવું નજરાણું, જોવા મળશે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફાઇલ તસવીર

આ ફ્લાવર વેલી પ્રવાસીઓ માટે નવું નજરાણું બનશે.

  • Share this:
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમી સ્ટેચ્યૂ ઓફ યુનિટી (statue of unity) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 31મી ઓક્ટોબરની સંભવિત મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતાદિનની (Ekta din celebration) ઉજવણી કરવા આવવાનાં છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે એક વિશાળ પ્લોટમાં આશરે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોનો ગાર્ડન (flower valley) બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાવર વેલી પ્રવાસીઓ માટે નવું નજરાણું બનશે.

દેશવિદેશથી લવાયા ફ્લાવર

આ ફ્લાવર વેલી માટે બેંગલોર, કાશ્મીરથી માંડી વિદેશથી પણ જાતજાતના ફૂલો લાવાવામાં આવ્યાં છે. જેને કાયમ માટે અહીં રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, મુંબઈ, બેંગલોર, અમદાવાદ અને લંડન તથા અમેરિકાના કેટલાક શહેરોમાં દર વર્ષે વિશાળ ફ્લાવર શો યોજવામાં આવે છે તેવો વિશાળ અને આકર્ષક ફ્લાવર શો પણ કેવડિયા ખાતે યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 29મી ઓક્ટોબર એટલે કે, વડા પ્રધાન મોદીના આગમનના બે દિવસ પહેલાં આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે.

પીએમના આગમન પહેલા એક અઠવાડિયું બંધ રખાશે

આપને જણાવી દઇએ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગામી 27મી ઓક્ટોબરથી 2જી નવેમ્બર એક સપ્તાહ સુધી બંધ રાખવામા આવશે. લૉકડાઉન પછી હાલ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું હતું. અને પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ખોલ્યાનાં પ્રથમ દિવસે જ અંદાજિત બે હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા.

અમદાવાદ: હોટલમાં ચેકઆઉટ સમયે કાર્ડ સ્વાઇપ કરતા ચેતજો, આ રીતે પણ થાય છે ઠગાઇવ્યુઇંગ ગેલેરીની ટિકિટનું એડવાન્સ બુકિંગપણ થઇ ગયું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને ફરી એક અઠવાડીયા માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. 2 નવેમ્બરે સોમવાર હોવાથી 3 નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.ઓફ લાઇન ટિકિટની વ્યવસ્થા હાલ બંધ

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોના વાઇરસને કારણે જે પ્રવાસી ઓનલાઇન ટિકિટ બુક કરાવે છે એને જ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ મળે છે. ઓફ લાઈન ટીકીટ બુકીંગ સદંતર બંધ રખાયું છે. તેની સાથે આ બુધવાર 21થી 2 નવેમ્બર સુધી જંગલ સફારી અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પણ બંધ રાખવામાં આવે એવી શક્યતાઓ છે. ગત સિઝનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 40 લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ આવ્યા હતા.
Published by: Kaushal Pancholi
First published: October 21, 2020, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading