વીજચોરી અટકાવી ગુજરાતની વીજ કંપનીઓએ કાયપાલટ કરી, નફો કરતી થઇ

News18 Gujarati
Updated: October 12, 2019, 6:21 PM IST
વીજચોરી અટકાવી ગુજરાતની વીજ કંપનીઓએ કાયપાલટ કરી, નફો કરતી થઇ
પ્રતિકાત્મક તસવીર

2003માં જ્યારે ગુજરાતે વીજ નિગમોની સુધારણા હાથ ધરી ત્યારે આ નિગમના ખાતે રાજ્યના તે સમયના અંદાજપત્રની કુલ રકમના 19 ટકા જેટલી જંગી ખોટ જોવા મળતી હતી. આજે એ જ સંસ્થાઓ નફો કરતી થઈ છે.

  • Share this:
કેવડિયા: ભારત સરકારના ઉર્જા રાજ્ય મંત્રી (Union Minister) આર.કે.સિંહે (R K Singh)  કેન્દ્ર સરકારની વીજ વિષયક તમામ નવી યોજનાઓને અપનાવવા અને તેના અમલમાં મોખરે રહેવા માટે ગુજરાતની પ્રશંસા કરી છે.

તેમણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશના ઉર્જા મંત્રીઓની કેવડીયા કોલોની-સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે યોજાયેલી દ્વિ-દિવસીય રાષ્ટ્રિય પરિષદના અંતિમ દિવસે રાજયના વીજ નિગમોની કાયાપલટ કરીને વીજ પરિસ્થિતિમાં ધરખમ બદલાવ આણવાની ગુજરાતની સાફલ્યગાથાને પ્રેરક ગણાવવાની સાથે આ પ્રક્રિયા સાથે શરૂઆતથી જ સતત સંકળાયેલા રહીને અગત્યનું યોગદાન આપવા માટે સૌરભ પટેલને ખાસ અભિનંદન આપ્યા હતા.

ગુજરાતની સિધ્ધિઓને બિરદાવતા કેન્દ્રીય ઉર્જા રાજ્ય મંત્રી આર.કે સિંહે જણાવ્યું કે, સન 2003માં જ્યારે ગુજરાતે વીજ નિગમોની સુધારણા હાથ ધરી ત્યારે આ નિગમના ખાતે રાજ્યના તે સમયના અંદાજપત્રની કુલ રકમના 19 ટકા જેટલી જંગી ખોટ જોવા મળતી હતી. આજે એ જ સંસ્થાઓ નફો કરતી થઈ છે.

ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે કેન્દ્રીય ઉર્જા મંત્રીની લાગણીને સમર્થન આપતાં જણાવ્યું કે, કડકાઈપૂર્વક વીજચોરી અટકાવીને વીજ નિગમોના બહેતરીકરણનું ગુજરાત અને હરિયાણા જેવું કામ અન્ય રાજ્યો કરી શકે છે.

વીજળીની ચોરી અટકાવવા વીજ ચોરોને જેલમાં નાંખી દેવા જેવા અતિ સખ્ત પગલાંઓને સમર્થન આપીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીએ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિનો દાખલો બેસાડી અમને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત વિદ્યુત બોર્ડના સ્થાને એક મુખ્ય માર્ગદર્શક કંપની અને સાત સ્વતંત્ર સાબસિડિયરીની નવી માળખાકીય સંરચના ખૂબ જ કારગર પુરવાર થઈ.એચ.આર.મેનેજમેન્ટ હેઠળ કર્મચારીઓમાં કોર્પોરેટ કલચર કેળવ્યું. જેનાથી એફિશિયનસી (કાર્યક્ષમતા) ખૂબ વધી. વીજ ઉત્પાદનનો ખર્ચ ઘટાડયો અને જનરેશન કેપેસિટી વધારી અમે નફો કરવાનો આશય રાખ્યો નથી એવી લાગણી વ્યક્ત કરતાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, વીજ ચોરી અટકાવીને,કરકસર કરીને,સિસ્ટમ્સ સુધારીને જે લાભો શક્ય બને એ વીજ ગ્રાહકો સુધી પહોંચાડવાની નીતિ રાખી છે. એટલે વીજ ટેરીફ વધાર્યા વગર અમે ગ્રાહકોને લાભ આપી શક્યા છે. તેના લીધે ગુજરાતના વીજ તંત્રની વિશ્વસનીયતા વધી છે. રાજ્ય સરકારે વીજ નિગમોને મજબૂત પીઠબળ આપ્યું છે અને નિગમોને મળવાપાત્ર સબસીડીઓના નાણાં સમયસર ચૂકવાય છે.

કેશફ્લો સુધરવાને લીધે આર્થિક પરિસ્થિતિ મજબૂત બની છે. ભવિષ્ય વધુ બહેતર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના ઉર્જા વિભાગના અગ્ર સચિવ પંકજ જોશીએ રિન્યૂએબલ સ્ત્રોતો દ્વારા વીજ ઉત્પાદન દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલ વિશાળ આયોજનની જાણકારી આપી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. ના મેનેજીંગ ડિરેક્ટર શાહમીના હુસેને ૨૦૦૩ પછીની ગુજરાતની વીજ કંપનીઓની કાયાપલટની સાફલ્યગાથાનું પ્રેઝન્ટેશન કર્યું હતુ.

 
First published: October 12, 2019, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading