ઓછા પાણીમાં ગુજરાતના ખેડૂતો કરી રહ્યાં છે આ રીતે ખેતી

News18 Gujarati
Updated: March 22, 2018, 12:19 PM IST
ઓછા પાણીમાં ગુજરાતના ખેડૂતો કરી રહ્યાં છે આ રીતે ખેતી

  • Share this:

સરકાર દ્વારા ખેડૂતોને કેનલોનું પાણી બંધ કરાતા ખેડૂતો પણ પોતાની ખેતીને બચાવવા માટે નવા પ્રયોગો કરે છે. આજે નર્મદાના ખેડૂતોએ ઉનાળુ પાક તરબૂચ, સકરટેટી, કોબીચ જેવા અનેક પાક ને બચવા માટે મંચિંગ સિસ્ટમ
અજમાવી ઓછા પાણીએ સારી ખેતીની પદ્ધતિ અપનાવી છે. આજે ખેતરોમાં જમીન સુખી દેખાય પરંતુ વાવેલ પાકને પૂરતું પાણી મળી રહે છે. જેનાથી ખેડૂતો પણ પોતાના પાકને બચાવવા માટે સક્ષમ થયા છે. ખેડૂતોએ પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણી એ ટપક સિંચાઈ સાથે મંચિંગ અપનાવી ખેતી કરી સરકાર સામેનો પડકાર ઝીલ્યો છે.


ગુજરાત સરકારના નિર્ણયથી ચાલુ વર્ષે 15 માર્ચ પછી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી ત્યારે કુદરતના સહારે બેસી રહેવાને બદલે સરકારના આ નિર્ણયનો સામનો કરતા હોય તેમ નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોએ નવી ટેક્નોલોજીનો સહારો લઇ ઉનાળુ વાવેતરમાં ઉનાળુ ફળ ગણાતા તડબૂચ અને દ્રાક્ષ સાથે ગલગોટાના ફૂલની ખેતી કરી છે. આ ખેતીમાં મંચિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. જેમાં ટપક સિંચાઈ પદ્ધતિને વધુ સારી રીતે ઉપયોગ કરીને વાવેલા બીજની ઉપર પ્લાસ્ટિકનું આવરણ કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક પર છોડ બહાર નીકળે તેટલા કાણા કરવામાં આવે છે. આ પ્લાસ્ટિક પેપરની નીચે જ ટપકસિંચાઈમાં વપરાતી પાઇપ ફિટ કરવામાં આવેછે. જેમાંથી છોડને જરૂરી પાણી મળી રહે છે. આજુબાજુનો વિસ્તાર સુકો લાગે પણ છોડ ને પોષણ મળી રહે છે. વળી આ છોડને પ્લાસ્ટિકનું આવરણ હોવાથી જીવાત બગાડતી નથી. ઉપરાંત બાષ્પીભવન પણ ઓછું થવાથી પાણીનો ખુબજ બચાવ થાય છે. પાણી બગડતું નથી માત્ર બે ત્રણ માસમાં થતા આ તડબૂચ અને દ્રાક્ષ સાથે સૂર્યમુખીના ફૂલ પણ ઉગતા હોવાથી ખેડૂતો આ ઓછા પાણીના પાકથી ખુશ પણ છે.પ્રગતિશીલ ખેડૂત, અજય તડવીના કહેવા પ્રમાણે નર્મદા કેનાલનું પાણી અમને પૂરતું ન મળતા હાલ અમે મંચિંગ પદ્ધતિ અપનાવી છે. જેનાથી પાણીનો બગાડ થતો નથી. પાકને જોઈતું પાણી મળતું હોવાથી અમારો પાક પણ સારો થયો છે અને આ મંચિંગ પદ્ધત્તિમાં એક પ્લાસ્ટિક મારવામાં આવે છે. જે છોડ હોઈ તેને પુરતું પાણી મળતા પાક પણ સારો થાય છે. આ પદ્ધતિ અપનાવી અમારો પાક બચાવી રહ્યા છે અને અમારું ગુજરાન ચલાવી રહ્યા છે.


પ્રગતિશીલ ખેડૂત નૂરમહંમદે જણાવ્યું કે, સરકારે અમારા ખેડૂતો જોડે અન્યાય કર્યો છે અને ખેતી માટે પાણી બંધ કર્યું છે ત્યારે અમારા પાક ને બચાવવા માટે અમે મંચિંગ સિસ્ટમ અજમાવી અને એમાં અમે કામયાબ પણ રહ્યા આજે અમે તરબૂચ ગલગોટા કોબીચ જેવા પાકમાં મંચિંગ સિસ્ટમ કરી પાક લઈ રહ્યા છે આ પદ્ધતિ જોવા અન્ય ખેડૂતો પણ આવે છે અને અન્ય લોકો પણ આજ પધ્ધતિ અપનાવશે.


સ્ટોરી - દિપક પટેલ

First published: March 22, 2018, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading