રાજ્યમાં શાળાઓ શરુ કરવા માટે ઉતાવળ નહીં કરાય : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

News18 Gujarati
Updated: July 20, 2020, 2:29 PM IST
રાજ્યમાં શાળાઓ શરુ કરવા માટે ઉતાવળ નહીં કરાય : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ફાઇલ તસવીર

અભ્યાસક્રમ બાબતે પણ અમે કમિટીની રચના કરી છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદા : જિલ્લાના ગોરા ખાતે આવેલા સુલપાણેશ્વર મંદિરમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 22 વર્ષથી પૂજા કરવા આવે છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે કે, તેમણે અહીં સંકલ્પ કર્યો હતો કે, નર્મદા ડેમનું કામ અને રાજ્યાનાં ખૂણે ખૂણે નર્મદા ડેમનું પાણી પહોંચશે તો અષાઢી અમાસ અને શ્રાવણ અમાસે અહીં પૂજા કરીશ. આ સંકલ્પને કારણે 22 વર્ષથી તેઓ શ્રધ્ધા સાથે પૂજા કરવા અવશ્ય આવે છે. આજે સોમવતી અમાસે પણ શિક્ષણ મંત્રીએ સુલપાણેશ્વર મંદિર ખાતે પૂજા કરી હતી.

'શાળા ખોલવાની ઉતાવળ નહી કરીએ'

આ અવસરે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, હાલ કોરોનાને પગલે રાજ્યની શાળાઓમા સારી રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, બીજી બાજુ દેશના 15 રાજ્યોમાં સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલૂ થશે પણ ગુજરાતમાં ક્યારે ચાલુ થશે તે અંગે મંત્રી ભુપેન્દ્રસિંહએ જણવ્યું કે, અમે જાણકાર નથી કે મનોચિકિત્સક કે પીડિયાટ્રિક નથી. જેથી બાળકો માટે શું કરી શકાય તે માટે ટીમ બનાવી છે અને રાજ્યના 30 જેટલા તજજ્ઞોની મદદ લેવાઈ છે. જેમાં મનોચિકિત્સક પીડિયાટ્રિક વગેરેનો સમાવેશ થાય છે. આ તમામના વેબીનારમાં મંતવ્યો લીધા છે. વેબિનાર દ્વારા મેં શિક્ષણવીદો સાથે અને ડૉક્ટરો સાથે ચર્ચા કરી છે જેમાં શાળા ખોલવાની ઉતાવળ ન કરવી અને સંપૂર્ણપણે જનજીવન રાબેતા મુજબ ચાલુ થાય પછી બાળકોના સ્વાસ્થ્યને લઈને અમે શાળા ખોલવા બાબતે નિર્ણય કરીશુ.

આ પણ વાંચો - કોરોનાનો કહેર : રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ અને બજારો આજથી સ્વયંભૂ બંધ

અભ્યાસક્રમ અંગે વિચારણા માટે પણ કમિટિની રચના

તેમણે વધુમાં જણાવતા કહ્યું કે, 'અભ્યાસક્રમ બાબતે પણ અમે કમિટિની રચના કરી છે અને એમાં પણ 20 ટકા કે 30 ટકા અભ્યાસક્રમ ઓછો કરવાનો નિર્ણય કરીશું. જયારે જે શાળાઓ હાલ ફી લેવાની વાતો કરી રહી છે તેની સામે અમે પાગલ લઈશું.'આ પણ  જુઓ - 

ફી વધારા મુદ્દે જ્યાં ફરિયાદ મળી છે ત્યાં પગલા લેવાયા છે

ફી વધારા મુદ્દે એમને જણાવ્યું હતું કે જ્યાં જ્યાં ફરિયાદ મળી છે ત્યાં અમે પગલાં લીધા છે. DPO દ્વારા પગલાં લેવામાં આવ્યા છે છતા જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં અમારા શિક્ષકોએ જઈને વાલીઓને મળીને પાઠ્યપુસ્તકો આપ્યા છે. સિલેબસ બાબતે જણાવ્યું હતું કે, રાજ્ય પાઠ્યપુસ્તકને અમે કામગીરી સોંપી છે. નવમા ધોરણના એટલો જ અભ્યાસક્રમ રાખવામાં આવે કે જે 10માં ધોરણમાં તેનો ઉપયોગમાં આવે. અને જો દસમાં ધોરણમાં તેને ઉપયોગમાં ના આવવાનો હોય તો નવમા ધોરણમાં ન રાખવામાં આવે 20થી 25 ટકા જેટલું જ શિક્ષણના અભ્યાસક્રમ રાખવાનો નિર્ણય લેવાયો છે. 1થી 8માં પણ કમિટીની રચના કરી છે, તેમાં શું રાખવું શું કાપવું એનો અમે નિર્ણય પછી લેશું.
Published by: Kaushal Pancholi
First published: July 20, 2020, 2:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading