સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે રિવર રાફ્ટિંગ અને ફ્રી WiFiની પણ મઝા માણી શકાશે

News18 Gujarati
Updated: August 17, 2019, 12:12 PM IST
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે રિવર રાફ્ટિંગ અને ફ્રી WiFiની પણ મઝા માણી શકાશે
કેવડિયામાં તમે રિવર રાફ્ટિંગની મઝા માણી શકશો.

સીએમ રૂપાણીએ વધુમાં કહ્યું કે, આગામી દિવાળી લોકો કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ છે.

  • Share this:
ગીતા મહેતા/સંજય ટાંક/દિપક પટેલ, કેવડિયા: ગુજરાતીઓ દેશવિદેશમાં જઇને નવી નવી જગ્યાઓ શોધીને ફરવાના, એડવેન્ચર અને ટ્રેકિંગ કરવાનાં શોખીન છે. ત્યારે રાજ્યમાં જ તમે ત્રણથી ચાર દિવસનાં પ્રવાસમાં સફારી પાર્ક, રિવર રાફ્ટિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક, હર્બલ સ્પા, ખરીદીની મઝા માણી શકો તેવું પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સાથે તમને વાઇફાઇ પણ ફ્રી મળે તો કોને ન ગમે. વિશ્વનાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઇ સેવાનો અને ખલવાની ગામમાં સાહસ સભર રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે.

1લી સપ્ટેમ્બરથી શરૂ થશે રિવર રાફ્ટિંગ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ રિવર રાફ્ટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી દિવાળી લોકો કેવડિયામાં ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કર્યો છે. તેમણે આ અંગે જણાવ્યું છે કે 1લી સપ્ટેમ્બરથી રિવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે.

આ પણ વાંચો : MPનાં ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમે ઐતિહાસિક સપાટી વટાવી

રિવર રાફ્ટિંગમાં શું હશે ખાસ?

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે દુનિયાભરમાં રિવર રાફ્ટિંગ ખૂબ જ લોકપ્રિય છે. વિશ્વાનાં પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે. ત્યારે ખલવાની ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે તેવી આશા છે. આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાતોની મદદથી કરવામાં આવ્યો છે. આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફ્ટિંગની મઝા માણીને સાહસિકતાના પાઠો શીખશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી છે એટલે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. નદીના વળાંકોને લીધે રાફ્ટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશેસ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી WIFI સેવા શરૂ કરાવી

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે જીઓના સહયોગથી આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી WIFI સેવા શરૂ કરાવી છે. અહીં વિશ્વ વન ઉછેરવામાં આવી રહ્યું છે જેમાં વિશ્વ આખાનાં વનસ્પતિ વૈવિદ્યનો ઉછેર કરાશે. જંગલ સફરીમાં જીરાફ અને ગેંડા સહિતનું પ્રાણી વૈવિધ્ય જોવા મળશે. આ સાથે બટર ફ્લાય પાર્કમાં પતંગિયા ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાના આનંદ દર્શન થશે. કેક્ટસ ગાર્ડન માં મનમોહક કેક્ટસ જોવા મળશે. અહીં ટપક સિંચાઈથી વન ઉછેરવામાં આવી રહ્યું છે. કાયમ માટે અદભુત રાત્રી પ્રકાશ વ્યવસ્થા કરાશે. જેના લીધે પ્રવાસીઓ કેવડીયાનું રાત્રી દર્શન કરી શકશે. 15મી ઓક્ટોબર સુધીમાં કેવડીયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાનું લક્ષ્ય છે.
First published: August 17, 2019
વધુ વાંચો
अगली ख़बर