અમારા જીવને જોખમ છે, સુરક્ષા આપો : BTPના MLA પિતા પુત્રએ રાષ્ટ્રપતિ સમક્ષ કરી માંગ

BTPના MLA પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખ્યો છે.

BTPના MLA પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખ્યો છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : તાજેતરમાં જ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીનો BTPએ પોતાની માંગણીઓ પુરી થઈ ન હોવાના આક્ષેપ સાથે બહિષ્કાર કર્યો હતો. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી હતી. કોંગ્રેસે એક બેઠક પર હારનો સામનો કરાવવા પાછળ BTPએ મતદાન ન કરી ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ કોંગ્રેસે BTP પર ભાજપને ફાયદો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે હવે BTPના MLA પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દેહસત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખ્યો છે.

  જેથી એક નવો વળાંક આવ્યો છે. BTPના MLA પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, BTP અનુસૂચિ 5 અને આદિવાસીઓના સંવિધાનિક હકોની અમલવારી ન હોવા મુદ્દે રાજ્યસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમે બન્નેવ છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ન્યાય બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહનો માહોલ વધી રહ્યો છે. અસમાનતાને લીધે સામંતાવાદી લોકોને સામાજિક એકતા પસંદ નથી. જેથી સામાજિક વિઘટન થઈ રહ્યું છે. દેશમાં શાંતિનો માહોલ બનાવી રાખવો જરૂરી છે. વિરોધ પક્ષને લીધે અમારા જીવને જોખમ છે.

  આ પણ વાંચો - કોરોનાની મહામારી વચ્ચે બુક્સ અને સ્ટેશનરીનો 400 કરોડનો ધંધો પડી ભાંગ્યો, વેપારીઓના હાલ બેહાલ

  આ પણ જુઓ - 

  વધુમાં તેઓએ પત્રમાં જણાવ્યું છે કે, ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ અમરસિંહ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ વસાવા કેટલાય વર્ષોથી સામાજિક ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સમાજમાં વર્ગ વિગ્રહ જેવો માહોલ વધી રહ્યો છે અને અસમાનતાને કારણે સામંતવાદી તાકાતને વધારો કરવાવાળા લોકોને સામાજિક એકતા પસંદ નથી. જેના કારણે સામાજિક વિઘટન થઇ રહ્યું છે. દેશમાં શાંતિનો માહોલ થવો જરૂરી છે.'



  તેમણે આગળ લખતા જણાવ્યું કે, વિરોધી પક્ષોને કારણે અમારા જીવને જોખમ છે. ભૂતકાળમાં પણ ફેક એન્કાઉન્ટર માટે ગુજરાત અને રાજ્યની પોલીસ અને સ્થાનિક જિલ્લા કક્ષાના પોલીસ અધિકારીઓ અને અસામાજિક તત્વોએ રાજકીય ષડયંત્રો કર્યાં હતા અને ભવિષ્યમાં પણ થવાની સંભાવના છે. રાજકીય પાર્ટીઓમાં વિભાજીત પ્રિન્ટ મીડિયા અમારા વિરોધી બદનામી યુક્ત નિવેદન કરીને તણાવ વધારી રહી છે. અમારા પર જીવલેણ હુમલો થવાની સંભાવનાને જોતા અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવી જરૂરી છે. અમારી સલામતીથી જોડાયેલી ગંભીર બાબતો પર ધ્યાન ન આપ્યું તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે. કૃપા કરીને જલ્દી અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.
  Published by:Kaushal Pancholi
  First published: