મયૂર માકડિયા, દીપક પટેલ, કેવિડયા : 'વિપક્ષો ભાજપ ને ચૂંટણી જીતવા નું મશીન કહે છે ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે' આ શબ્દો છે કેવડિયામાં યોજાઈ રહેલી ભારતીય જનતા પાર્ટીની પેપરલેસ કારોબારી મીટિંગમાં સહભાગી થયેલા રક્ષામંત્રી રાજનાથસિંહના. રક્ષામંત્રી રાજનાથાસિંહ (Defence Minister Rajanathsinh) આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની કારોબારી (BJP Gujarat Paperless State Executive meeting) મીટિંગમાં સહભાગી થયા. કેવડિયા બીજેપી પ્રદેશ કારોબારી ની બેઠક જતા પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નેતાઓએ સરદાર પટેલ ની પ્રતિમા એ જઇ સરદાર ને વંદન કર્યા હતા.
કેવડિયામાં રાજનાથસિંહે જણાવ્યું, 'ગુજરાતના ભાજપાનાં કાર્યકરો સી.આર.પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બન્યા છે. વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે ખરેખર તો ભાજપ પ્રજાનો વિશ્વાસ જીતવાની જમીન છે. કૉંગ્રેસને આયાતી ટેલેન્ટ લાવવા પડે છે જ્યારે ગુજરાત ભાજપમાં ટેલેન્ટની કમી નથી. '
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે થોડા સમય પહેલાં દેશની સંરક્ષણ પાંખોમાં વપરાતા હથિયારોમાં 100 કરતાં વધુ હથિયારોના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ છે. આ સંદર્ભમાં રાજનાથસિંહે કહ્યું કે થોડા વખતમાં જ ભારત હથિયારોના ઉત્પાદનમાં પણ સંપૂર્ણપણે સ્વાલંભી બનશે.
'કોઈ પણ બાબતના વિરોધનો પર્યાય રાહુલ ગાંધી'
કેન્દ્રીય રક્ષામંત્રીએ જણાવ્યું કે કોઈ પણ બાબતના વિરોધનો પર્યાય એટલે રાહુલ ગાંધી, રાહુલ ગાંધીએ વિરોધ કરવો એ શબ્દનો પર્યાય છે. જોકે, રાજનાથસિંહના આ નિવેદન મામલે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ આકરા પ્રહારો કર્યા હતા અને રાજનાથસિંહના નિવેદન સામે સવાલો કર્યા હતા.
કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે એમઓયુ કરશે
ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે રાજ્યમાં ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો 2022 યોજાવાનો છે. આ એક્સપોને લઈને રાજનાથસિંહ એમઓયુ કરવાના છે. આ એમઓયુ અંગે કારોબારી સમાપ્ત થયા બાદ એક મીટિંગમાં ચર્ચા કરવામં આવશે. રક્ષામંત્રાલય અને એક્સપો માટેની ટીમ સાથે આજે કેવડિયામાં જ બેઠક યોજાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર