ગણપત વસાવા ભૂલ્યા ભાન, 'રાહુલ ગાંધીને સરખાવી દીધા ગલૂડિયા સાથે'

News18 Gujarati
Updated: April 20, 2019, 3:29 PM IST
ગણપત વસાવા ભૂલ્યા ભાન, 'રાહુલ ગાંધીને સરખાવી દીધા ગલૂડિયા સાથે'
ગણપત વસાવાની સભા સંબોધતા સમયની તસવીર

'જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતા ગલુડિયા જેવા લાગે છે. તેને પાકિસ્તાન એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીનવાળા એક રોટલી આપી દે તો પણ ચાલી જાય.'

  • Share this:
દિપક પટેલ, નર્મદા: ત્રીજા તબક્કાની ચૂંટણીમાં રાજ્યમાં 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં અન્ય પક્ષનાં નેતાઓ વિરુદ્ધ બોલતા હોય છે. જેમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતા ન બોલવાનાં શબ્દોનો પણ પ્રયોગ કરી લેતા હોય છે. આજે નર્મદામાં ભાજપનાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.

ગણપત વસાવાએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, ' જ્યારે નરેન્દ્ર મોદી ખુરશીમાંથી ઉભા થાય તો સિંહ જેવા લાગે છે. અને જ્યારે રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભા થાય તો પૂંછડી પટપટાવતા ગલુડિયા જેવા લાગે છે. તેને પાકિસ્તાન એક રોટલી નાંખી દે તો ભી ચાલી જાય અને ચીનવાળા એક રોટલી આપી દે તો પણ ચાલી જાય.'

આ પણ વાંચો: હાર્દિકે અલ્પેશ પર કર્યો પ્રહાર, 'પરપ્રાંતિયો વખતે કરેલો વાણીવિલાસ ભૂલી ગયા?'

રાજીવ સાતવનું  નિવેદન

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે, 'ભાજપની આજ સ્ટાઇલ છે, ટીકા ટિપ્પણી કરવાની. ગઈકાલે શહીદ કરકરે પર ટિપ્પણી કરી તેમની માનસિકતા સામે આવી ગઈ છે.'

ગણપત વસાવાને રાહુલ ગાંધીને ઝેર પીવાનું કહ્યું હતુંઆ પહેલા પણ ગણપત વસાવાએ રાહુલ ગાંધીને ઝેર પીવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. બારડોલીના બાબેન ગામમાં ભાજપનો વિજય સંકલ્પ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગણપત વસાવા સહિતના નેતાઓ ઉપસ્થિતિ હતા. તે સમયે કાર્યક્રમને સંબોધતા મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી એમ કહેતા હોય કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે. ત્યારે શિવજી તો લોકોના દુઃખ દૂર કરવા માટે ઝેર પીતા હતા. ત્યારે તમારા નેતાને પણ 500 ગ્રામ ઝેર પીવડાવો, જો બચી જાય તો અમે માનીશું કે તેઓ સાક્ષાત શિવજીના અવતાર છે.

Video: પાણીનો પોકાર: નેતાઓના સુકા વાયદા અને વચનોથી ઝાલાવાડની ધરતી કોરીધાકોર થઈ ગઈ 

BTPનાં સભ્યો ભાજપમાં જોડાયા

મહત્વનું છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં ગાબડું પડ્યું છે. BTPનાં ગઢ ચિકદા ગામમાં મોટું ગાબડું પડ્યું છે. ડેડીયાપાડામાં ગણપત વસાવા અને મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ચિકદા તાલુકા પંચાયત સભ્ય,ચીકદા સહિત 6 ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા છે. સાગબારા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા. સાગબારામાંથી 10 ગ્રામપંચાયતના સભ્યો ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં જોડાયા.
First published: April 20, 2019, 1:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading