Home /News /south-gujarat /

Gujarat Election: નાંદોદ બેઠક પર કેવી છે રાજકીય ઘમાસાણ? જાણો જાતિગત સમીકરણો અને સ્થિતિ અંગે

Gujarat Election: નાંદોદ બેઠક પર કેવી છે રાજકીય ઘમાસાણ? જાણો જાતિગત સમીકરણો અને સ્થિતિ અંગે

Gujarat Election 2022: 2012માં ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવીએ કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી અને કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઇ વસાવાને 15,727ના જંગી માર્જીન સાથે મ્હાત આપી હતી. પરંતુ ભાજપની આ જીત વધુ સમય ટકી નહીં અને મતદારોએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં ફરી સત્તાનું સુકાન આપ્યું હતું

Gujarat Election 2022: 2012માં ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવીએ કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી અને કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઇ વસાવાને 15,727ના જંગી માર્જીન સાથે મ્હાત આપી હતી. પરંતુ ભાજપની આ જીત વધુ સમય ટકી નહીં અને મતદારોએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં ફરી સત્તાનું સુકાન આપ્યું હતું

વધુ જુઓ ...

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કોઇ પણ ઘડીએ થઇ શકે છે. તેવામાં રાજકીય ઘમાસાણ અને પક્ષપલટાની સિઝન હાલ પીક પર છે. એક તરફ મતદારોમાં રોષ અને ફરીયાદો છે તો બીજી તરફ તમામ પક્ષો સભાઓ અને પ્રચારમાં વ્યસ્ત છે. દરેક બેઠક પર નવા સમીકરણો બની રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા રાજકીય ગરમાવા વચ્ચે નર્મદા જિલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક પર પણ નવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નાંદોદ બેઠક પરનું રાજકીય ગણિત તેમજ ક્યા વર્ગના લોકોનો ઝોક તે અંગે અહી જાણકારી અપાઈ છે.


    નાંદોદ બેઠક પર મતદારો અને જાતીગત સમીકરણો


    નાંદોદ બેઠક પર વર્ષ 2017માં પ્રેમસિંહભાઇ વસાવાએ જીત મેળવીને કોંગ્રેસના નામે આ સીટ કરી હતી. આ ચૂંટણીમાં વસાવાએ ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીને મ્હાત આપી હતી.


    જ્યારે 2012માં ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીનો વિજય થયો હતો. શબ્દ શરણ તડવીએ કોંગ્રેસના રમેશ વસાવાને 15 હજાર કરતા વધું મતોથી હરાવ્યા હતા. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા અંદાજીત 2,34,242 છે. જેમાં 1,19,349 પુરૂષ મતદારો અને 1,14,892 મહિલા મતદારો છે. જ્યારે અન્ય મતદારની સંખ્યા 1 છે.


    જેમાં બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા 32 હજાર જેટલી છે. જયારે તડવી, વસાવા અને ભીલ વગેરે આદિવાસી મતદારોની સંખ્યા 1,46,000 છે તેમજ લઘુમતી મતદારો 15 હજાર છે અને બક્ષીપંચના મતદારો 18 હજાર છે.


    આદિવાસી અને દલિત મતદારોનો ઝોક હાર-જીત નક્કી કરે છે. અહીં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જયારે જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર 1 બેઠક મળતા અહીં કોંગ્રેસ ઉત્સાહમાં છે.


    નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં તડવી સમાજના મતદારોનો પ્રભુત્વ વધારે જોવા મળે છે. નવા સમાવિષ્ટ ગામોમાં પણ તડવી સમાજના લોકો વધુ હોવાથી મુખ્ય પક્ષોની નજર આ વોટ બેંક ઉપર જ રહેશે તેમ જણાય છે.


    તડવી સમાજ ઉપરાંત વસાવા સમાજનું પણ પ્રભાવશાળી પ્રતિનિધિત્વ હોવાથી તેમને પણ નજર અંદાજ કરી શકાય તેમ નથી. તેમાં પણ તડવી અને વસાવા સમાજના મતદારો નિણૉયક બની રહેશે. આ બંને જ્ઞાતિના મતદારોના વર્ચસ્વને કારણે રાજકીયપક્ષો પણ ઉમેદવારોની પસંદગીમાં બન્ને જ્ઞાતિને ધ્યાનમાં રાખશે તેવું મનાય છે.


    નાંદોદ બેઠકના ચૂંટણી ઇતિહાસ પર એક ડોકિયું


    વર્ષ 1962માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રજવાડી માથુરે 5611 મતોના માર્જીન સાથે SWAના ભૂરાભાઇ પટેલને મ્હાત આપી હતી. ત્યાર બાદ વર્ષ 1967માં ફરી કોંગ્રેસે બાજી મારી અને એચ. એમ રજવાડીએ 638 મતોના માર્જીન સાથે જીત મેળવી હતી.

    વર્ષ 1972માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના એચ. એમ રજવાડીએ અહીંથી ઉમેદવારી નોંધાવી હતી અને પક્ષ માટે ફરી આ બેઠકને જાળવી રાખી હતી. આમ સતત બે ટર્મ (1967-1972) સુધી આ બેઠક હિંમતભાઇ રજવાડીએ પોતાની પકડ જાળવી રાખી હતી.

    જોકે 2012માં ભાજપના ઉમેદવાર શબ્દશરણ તડવીએ કોંગ્રેસ પાસેથી આ ગાદી છીનવી લીધી અને કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઇ વસાવાને 15,727ના જંગી માર્જીન સાથે મ્હાત આપી હતી. પરંતુ ભાજપની આ જીત વધુ સમય ટકી નહીં અને મતદારોએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં ફરી સત્તાનું સુકાન આપ્યું હતું.

    આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રેમસિંહ વસાવાએ 6329 મતોના માર્જીન સાથે ભાજપના શબ્દશરણ તડવીને મ્હાત આપી હતી. આમ આ બેઠક પર મતદારોનો ઝૂકાવ કોંગ્રેસ તરફી રહ્યો હોવાનું સાફ ચિત્ર જોઇ શકાય છે.

    નાંદોદ બેઠક પર વિજેતા ઉમેદવાર






































    ચૂંટણી વર્ષ



    વિજેતા ઉમેદવાર



    પક્ષ



    2017



    પ્રેમસિંહ વસાવા



    કોંગ્રેસ



    2012



    શબ્દશરણ તડવી



    ભાજપ



    1972



    હિંમતભાઇ રજવાડી



    કોંગ્રેસ



    1967



    એચ.એમ રજવાડી



    કોંગ્રેસ



    1962



    હિંમતભાઇ રજવાડી



    કોંગ્રેસ




    નાંદોદ બેઠક પર સર્જાયેલા વિવાદો


    વર્ષ 2018માં એક તરફ પાટીદાર આંદોલન પિક પર હતું. ત્યારે ગુજરાત રાજ્યમાં પાટીદાર અનામત, ખેડૂતોના દેવા માફીની માંગ તથા પાસ આગેવાનની મુક્તિ સહિતની માંગોને લઈને તેર દિવસથી આમરણાંત ભૂખ હડતાલ પર ઉતરેલા પાટીદાર આગેવાન હાર્દિક પટેલના સર્મથનમાં નર્મદા જિલ્લાના પાટીદારો આવ્યા હતા.

    નાંદોદ તાલુકા હજરપૂરા ગામના લોકો દ્વારા એક દિવસના પ્રતીત ઉપવાસ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેની સાથે મહિલાઓએ થાળી ખખડાવીને વિરોધ પણ પ્રદર્શીત કર્યો હતો. નર્મદા જિલ્લાના પાટીદારોને જિલ્લા કોંગ્રેસ દ્વારા સમર્થન પણ મળ્યું હતુ. હાર્દિક સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરી એના સ્વાસ્થ્ય માટે રામધૂન કરી સરકારને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરી હતી.

    નર્મદા જીલ્લામાં 3 કીલોમીટર ત્રિજયામાં એક કરતા વધારે ઉચ્ચ પ્રાથમીકની 11 જેટલી શાળાઓનાં ધોરણ 6 અને 7નાં 21 જેટલા વર્ગો બંધ કરવા માટે જીલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ ફરમાન કરતા વિવાદ સર્જાયો હતો અને નાંદોદના ધારાસભ્યે પણ આ નિર્ણયની ટીકા કરી હતી.

    નાંદોદના ધારાસભ્યે પણ આ આદેશની ટીકા કરીને જણાવ્યું હતુ કે, ત્રણ કીલોમીટર સુધી બાળક ચાલતુ કેમ જશે કારણ કે, તે તેની ક્ષમતા બહારનો વિષય છે ત્યારે બાળકોનાં ભણતરની વાત આવે તો આર્થિક ભારણ હળવુ કરવુ તેવો વિષય ન હોવો જોઇએ અને આવા કારણોસર નર્મદાનું શિક્ષણ કથડતુ રહે છે. માટે સરકારે આ વર્ગો બંધ ના કરવા જોઈએની વાત કરી હતી.

    2017 વિધાનસભા ચૂંટણીમાં નાંદોદ બેઠક પરથી કોંગ્રેસના પીઢ નેતા પી.ડી.વસાવાએ વિજયી બની ભાજપની જીત પર બ્રેક મારી હતી. બાદ હાલમાં જ AICC દ્વારા ગુજરાતના નવા જિલ્લા પ્રમુખોની નિમણુંક કરાઈ હતી. જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસ સેવાદળના પ્રમુખ એવા હરેન્દ્ર વાળંદની નિમણુંક કરાઈ હતી.

    આની સામે નર્મદા જિલ્લાના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો હતો અને જિલ્લાના પાટીદાર આગેવાનોએ અન્ય જાતિના આગેવાનાને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવાયા હોવાના વિરોધમાં રાજપીપળાના સફેદ ટાવર વિસ્તારમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાની હાય હાય બોલાવી એમના પૂતળાનું દહન કર્યું હતું.

    ગરૂડેશ્વર તાલુકા સેવા સદનના ઇ-લોકાર્પણમાં નાંદોદના ધારાસભ્યનું આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાથી નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જતીન વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણભાવનગર પૂર્વ | જંબુસર |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन