Home /News /south-gujarat /ગુજરાતનાં આ નવા ધારાસભ્ય કાચા મકાનમાં પોતાની બે પત્નીઓ સાથે રહે છે, લોકોના છે લાડીલા

ગુજરાતનાં આ નવા ધારાસભ્ય કાચા મકાનમાં પોતાની બે પત્નીઓ સાથે રહે છે, લોકોના છે લાડીલા

પોતાની બે પત્ની સાથે ચૈતર વસાવા

અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજારની લીડ બંને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

દિપક પટેલ, નર્મદા: આ જિલ્લાનો એક નાનકડા ગામના યુવાન ચૈતર વસાવાએ આપમાંથી ડેડિયાપાડા વિધાનસભા સીટ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ગુજરાત વિધાનસભાના પરિણામ જાહેર થઇ ગયા હતા. ભાજપ 156 સીટો જીતી રાજ્યમાં ઇતિહાસ રચ્યો જયારે આમ આદમી પાર્ટીએ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું છે. સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પર જોવા મળી હતી. અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજારની લીડ બંને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

હરાવવા ઉતરી હતી મોટી ફોજ


અરવિંદ કેજરીવાલ બીટીપીને શોધતા ઝગડીયા આવ્યા ગઠબંધન કર્યું અને બાદમાં તૂટ્યું પણ આ ગઠબંધનમાં કેજરીવાલને આદિવાસી વિસ્તારનો એક મજબૂત નેતા મળી ગયો કે જેને હરાવવા અને ભાજપના મોદીથી લઇ અમિત શાહ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્રચારક મુકવા પડ્યા. કોંગ્રેસે પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોત આવ્યા પણ ના કોઈ સ્ટાર પ્રચારક કે ના કોઈ રોડ શો કોઇનો જાદુ આ બેઠક પર ચાલ્યો નથી.

આ પણ વાંચો:  LIVE: શપથવિધિ પહેલા પીએમ મોદી નવા ચૂંટાયેલા ધારાસભ્ય સાથે કરશે લંચ

બંને પત્નીઓએ કરી ઘણી મહેનત


લોકોના ઘરે ઘરે જઈ ને પ્રચાર કરી ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ મતો મેળવવાનો રેકોર્ડ કર્યો છે. આજે ડેડીયાપાડા સાગબારામાં ઠેર ઠેર તેમનું સ્વાગત થઇ રહ્યું છે. ત્યારે તેમની જીત માટે બંને પત્નીઓ અને પૂરો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગ્યા છે. અંતે ભાજપ, કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ જીત મેળવી રાજ્ય અને દેશના રાજકારણમાં નોંધ કરાવી.

પરિવાર સાથે

લોકોનું કામ કરતાં કરતાં આવ્યો વિચાર


ચૈતર વસાવાનાં જણાવ્યા પ્રમાણે, નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજદિન સુધી કોઈને નથી મળ્યા. જયારે 39 હજારની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી. આ જીત કોઈ ચૈતર વસાવાની કે આમ આદમી પાર્ટીની નથી પણ જનતાની છે. પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય યોજનાઓનો લાભ ના મળતા હોય તો તે માટે લોકોની સેવા કરવા ચૈતર વસાવાએ 10 વર્ષ પહેલા પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી સારું કરી હતી. જે બાદ નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે બંને બેનો સગી બહેન જેવી રહે છે. એક કાચા મકાનમાં ચૈતર વસાવાનો આખો પરિવાર ભેગો રહે છે.

આ પણ વાંચો : વિવાદ એ ખવડ: ચાલુ લોક ડાયરામાં જ દેવાયત ખવડના ભડાકા!

આદિવાસીઓની સમસ્યાઓ દૂર કરશે


ડેડિયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધી હતી. તેઓ વધુમાં જણાવે છે કે, આજે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય આપવવાનો છે. આજે એમની બન્ને પત્નીઓ રાતદિવસ ચૈતર વસાવા સાથે રહી પ્રચાર પ્રસાર કર્યો છે. આજે એમની જીત થતા બન્ને પત્નીઓ તેમની સાથે જ્યાં જાય ત્યાં જાય છે.

કાચું મકાન


આ ચૈતર વસાવાને રાજકારણમાં આવવાનો વિચાર કેવી રીતે આવ્યો એ બાબતે વાત કરીયે તો, ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને તેઓ ભણ્યા છે. પછી બીઆરએસ ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ત્યાર બાદ થોડો સમય ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. નોકરી કરતો હતો ત્યારે મારી સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી, જ્યાં લોકો માટે મફત સેવા કરતો હતો. લોકો એની પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે. તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે.
" isDesktop="true" id="1299098" >

ત્યારે તેમને મૂંઝવણ હતી કે, નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યો. BTP પાર્ટી સાથે જોઈન્ટ થયો અને 5 વર્ષમાં એવું રાજકારણ શીખી ગયા કે, આજે પ્રથમવાર આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળતા ધારાસભ્ય તરીકે લોકો ચૂંટી લાવ્યા છે.
First published:

Tags: ગુજરાત, ગુજરાત ચૂંટણી, નર્મદા