Home /News /south-gujarat /વાયરલ વીડિયો: હું ચૂંટણી લડીશ, મારી હિંમત છે ચૂંટણી લડવાની...

વાયરલ વીડિયો: હું ચૂંટણી લડીશ, મારી હિંમત છે ચૂંટણી લડવાની...

વાયરલ વીડિયોમાં એક યુવક ચૂંટણી લડવાની વાત કરી રહ્યો છે.

Viral Video: ચૂંટણી લડવા માટે રાજકીય નેતાઓ ઇચ્છા દર્શાવતા હોય છે, પરંતુ આ દરમિયાન નર્મદાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક ચૂંટણી લડવાની વાત કરી રહ્યો છે.

    નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. પળે-પળે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. હાલ ઉમેરવારી અંગે દાવેદારી અને મંથન ચાલી રહ્યું છે, ત્યારે ટિકિટની માગણીને લઇને એક વીડિયો વાયરલ થયો છે. ચૂંટણી લડવા માટે રાજકીય નેતાઓ ઇચ્છા દર્શાવતા હોય છે, પરંતુ અહીં નર્મદાનો વાયરલ થયેલો વીડિયો ચોંકાવનારો છે. વાયરલ વીડિયોમાં એક યુવક ચૂંટણી લડવાની વાત કરી રહ્યો છે.

    'હું ધારાસભ્યની ચૂંટણી લડીશ'

    ચૂંટણી નજીક આવતા ટિકિટ માગણી કરતાં અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ટિકિટને લઇને રાજકીય નેતાઓની ઈચ્છા અને કસમોકસ સામે આવતી હોય છે, પરંતુ અત્યારે નર્મદાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક કહી રહ્યો છે કે, હું ચૂંટણી લડીશ. વીડિયોમાં યુવક કહે છે કે, હું ધારાસભ્યની ચૂંટણી લડીશ. ભાજપ મને ટિકિટ આપશે એટલે ચૂંટણી લડીશ. શબ્દ શરણની જગ્યાએ હું ઉભો રહીશ. મારી હિંમત છે, ચૂંટણી લડવાની અને કામ કરવાની. હું બધા લોકોનું કામ કરીશ અને સારું કામ કરીને બતાવીશ.


    આ પણ વાંચો: 'મારા ખેરાલુએ મને જીગામાંથી જીગ્નેશ બારોટ બનાવ્યો, જેથી તેના વિકાસ માટે મારે ચૂંટણી લડવી છે'

    ચૂંટણી ફિવર છવાયું

    વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય નેતાઓ દ્વારા ટિકિટની માગણીઓ અને હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારો ઉભા કરવા અંગેનું મંથન ચાલી રહ્યું છે, ત્યારે જાણે સામાન્ય લોકો પર પણ ચૂંટણીનું ફિવર છવાયું હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અંગે લોકો રમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો આ વ્યક્તિ નશામાં બફાટ કરી રહ્યો હોવાની પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Narmada, Viral videos

    विज्ञापन
    विज्ञापन