Home /News /south-gujarat /BTP-JDUના ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં તડાં! છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને પુત્રએ નકારી

BTP-JDUના ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં તડાં! છોટુ વસાવાની ગઠબંધનની જાહેરાતને પુત્રએ નકારી

ગઈકાલે છોટુ વસાવાએ ગઠબંધનની કરી હતી જાહેરાત

BTP-JDU alliance: BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને સંયોજક છોટુભાઈ વસાવા સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી છે. છોટુ વસાવાની જાહેરાતને પુત્ર મહેશ વસાવાએ વ્યક્તિગત ગણાવી છે.

  નર્મદા: વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર આવી રહ્યા છે. ગઇકાલે સોમવારે BTP અને JDU વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ હતી. ઠીક એક દિવસ બાદ પિતા-પુત્ર વચ્ચે મતભેદ સામે આવ્યો છે. આ અંગે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને સંયોજક છોટુભાઈ વસાવા સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી છે. છોટુ વસાવાની જાહેરાતને પુત્ર મહેશ વસાવાએ વ્યક્તિગત ગણાવી છે. પિતાએ ગઠબંધનની જાહેરાત કરી હતી, જ્યારે પુત્રે તેને નકારી છે.

  ગઢબંધન અંગે મહેશ વસાવાએ શું કહ્યુ?

  આ અંગે ન્યૂઝ18 ગુજરાતી દ્વારા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યુ કે, તમે શેની જાહેરાતની વાત કરી રહ્યો છો? આ અંગે શું નિવેદન છે તે મને ખબર નથી. મને કંઇ ખબર નથી. હું બે દિવસથી બહાર છુ, આમાં શું તથ્ય છે તે ખબર નથી. બીટીપીમાં લોકશાહી છે.


  આ પણ વાંચો: બીટીપી-જેડીયૂ વચ્ચે ગઠબંધન, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે

  મહેશ વસાવાના નિવેદન પર છોટુ વસાવાની પ્રતિક્રિયા

  પુત્રના નિવેદન અંગે છોટુભાઇ વસાવા સાથે વાત કરતાં તેમણે કહ્યુ કે, બિલકુલ ગઢબંધન થશે, તેમ નહીં? મહેશ વસાવા તો બહાર ગયા હતા એટલે તેમને ખબર નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચૂંટણી સમયે પિતા-પુત્ર વચ્ચે આવા તડાં કેમ જોવા મળી રહ્યાં છે ત્યારે તેમણે કહ્યુ કે, ભાજપ-કોંગ્રેસ અમારી વિરુદ્ધમાં છે એટલે આવું થઇ રહ્યુ છે. અમારી વચ્ચે કોઇ મતભેદ નથી. અમે વાત કરીશું.

  શું કરાઇ હતી જાહેરાત?

  ગઇકાલે બીટીપી અને જેડીયૂ વચ્ચે ગઠબંધનની વાત સામે આવી હતી. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ હતી. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો હતો. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું. સાથે જ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેમણે કહ્યુ કે, જનતાદળ અમારા જુના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયૂ સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Chotu Vasava, Gujarat Assembly Election 2022, Narmada

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन