Home /News /south-gujarat /Gujarat Election 2022: છોટુ વસાવાનો રાજકીય પાર્ટીઓને લલકાર, 'આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો હોય તો કાઢી નાખજો'

Gujarat Election 2022: છોટુ વસાવાનો રાજકીય પાર્ટીઓને લલકાર, 'આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો હોય તો કાઢી નાખજો'

બીટીપી પાર્ટીની બેઠક

Gujarat Election 2022: "આદિવાસીઓ સત્તામાં ન આવે તેવી વાત મગજમાં હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે, જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતી જવા જેવું છે. કારણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં."

વધુ જુઓ ...
દીપક પટેલ, નર્મદા: આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election 2022) આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP તરફથી પણ આગામી ચૂંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર્ટીની હેડ ઓફિસ ચંદેરીયા ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત ગુજરાત રાજ્યની વિવિધ વિધાનસભા સીટોના વિસ્તારમાં કામ કરતા બીટીપી અને બીટીએસના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી અંગે રણનીતિ અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ફાઇનલ નામ બીટીપીની પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. આ પ્રસંગે રાજ્યભરના બીટીપીના આગેવાનો અને કાર્યકરોને છોટુભાઈ અને મહેશભાઈએ સંબોધન કર્યું હતું અને ચૂંટણીના કામે લાગી જોવાની હાંકલ કરી હતી.

છોટુભાઈ વસાવાએ તેમના મૂળ અંદાજમાં દેશની અન્ય રાજકીય રાજકીય પાર્ટીઓને લલકારતા કહ્યુ હતુ કે, બીટીપી નાની પાર્ટી છે એવો ફાંકો રાખવાવાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે. આજે આ ચૂંટણી સંદર્ભે જ બેઠક હતી. આદિવાસીઓ સત્તામાં ન આવે તેવી વાત મગજમાં હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે, જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતી જવા જેવું છે. કારણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં." આ સાથે છોટુભાઈએ ચૂંટણીમાં જીતનો દાવો પણ કર્યો હતો.

કૉંગ્રેસમાં વધુ એક ભંગાણ


બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના મહેસાણા પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહ ઠાકોર કેસરિયો ધારણ કરશે. તેઓ વિજાપુરના વસાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


GST અધિકારી પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો


સરકારી અધિકારી મોટી રકમ આપીને નોકરી પર આવી લાંચ વગર કામ ન કરતા હોવાની ફરિયાદો સતત આવી રહી છે. હવે વધુ એક કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોના હાથ ઝડપાયો છે. ACBના હાથે ઝડપાયેલાા આ અધિકારી GST વિભાગ1.40 લાખ રૂપિયાનો પગાર મેળવતા હોવાનું સામે આવ્યું છે. એસીબીએ છટકું ગોઠવીને જીએસટી વિભાગના અધિકારીને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સરકારી કર્મચારી લાંચ લીધા વગર કામ ન કરતા હોવાની ફરિયાદો સતત સરકાર પાસે આવી રહી હતી. આવા કર્મચારીને પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ACB વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે. ગતરોજ પણ એક આવે જ અધિકારી સામે લાંચ લેવા મામલે ACB વિભાગે કાર્યવાહી કરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
" isDesktop="true" id="1243130" >

રાજ્યમાં 100 ટકા વરસાદ


રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: BTP, Gujarat Assembly Elections 2022, ગુજરાત, ચૂંટણી