Home /News /south-gujarat /ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર: બીટીપી-જેડીયૂ વચ્ચે ગઠબંધન, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર: બીટીપી-જેડીયૂ વચ્ચે ગઠબંધન, નીતિશ કુમાર પ્રચાર માટે ગુજરાત આવશે

બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે

Gujarat assembly election 2022: હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે.

    નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટો વળાંક આવ્યો છે. કેજરીવાલ બાદ ગુજરાતમાં નીતીશકુમારની એન્ટ્રી થશે. હવે બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધન થયું છે. બિટીપીના કાર્યાલય ખાતે છોટુભાઈ વસાવાની હાજરીમાં બિટીપી પ્રદેશ અધ્યક્ષ અને જનતાદળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની મુલાકાત થઇ છે. જેડીયુ અને બિટીપી ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમણે કહ્યુ કે, જેડીયુની મદદથી અમે ચૂંટણી લડીશું.

    'જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું'

    બિટીપી અને જેડીયુ વચ્ચે ગઠબંધનના સમાચાર સાથે જ સામે આવી રહ્યું છે કે, ગુજરાતમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણી પ્રચાર કરવા આવશે. તેમણે કહ્યુ કે, જનતાદળ અમારા જુના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી અમે જાહેર કરીશું.


    આ પણ વાંચો: ભાજપે લોન્ચ કર્યું 'આ ગુજરાત મે બનાવ્યું છે' કેમ્પેઇન, PM મોદીએ આપ્યું હતું સૂત્ર

    બીટીપી એક યાદી જાહેર કરી ચૂક્યું છે, જ્યારે આગામી દિવસોમાં વધુ ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હવે તેઓ જેડીયુ સાથે મળીને ચૂંટણી લડવા જઇ રહ્યા છે. ચૂંટણીમાં કેટલાક બીટીપીના ઉમેદવાર હશે, જ્યારે કેટલાક જેડીયુના સાથી મળીને ચૂંટણી લડશે. તો હવે સવાલ એ છે કે, આ બન્ને સાતે ચૂંટણી લડશે તો ફાયદો કોને થશે?

    છોટુ વસાવાના ભાજપ પર પ્રહાર

    બીટીપીના રાષ્ટ્રીય સંયોજક છોટુ વસાવાએ જણાવ્યું કે, મોંઘવારી, બેરોજગારી, મોરબી જેવી ઘટના, નિર્દોષ લોકો ન મરે તેના પ્રયાસ રૂપે અમે આ ગઢબંધન કરી રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યુ કે, આ ચૂંટણી જેવું જ નથી. આ દાદાગીરી જ છે. સત્તામાં નહીં હોય તો એક સીટ પણ નહીં જીતે. સાથે જ ગઢબંધનના ફાયદા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, બિલકુલ ફાયદો થવાનો છે. માત્ર વિધાનસભામાં ફાયદો થવાનો નથી લોકસભામાં પણ થશે. સાથે જ તેની પાર્ટી અંગે સવાલ પૂછતાં તેમણે કહ્યું કે, અમારી અંદર કોઇ ડખો નથી. બધો ડખો એમનામાં જ છે.

    આપ પાર્ટી અંગે શું કહ્યું?

    અગાઉ આપ પાર્ટી સાથે થયેલા ગઢબંધન અંગે સવાલ કરતાં તેમણે કહ્યુ કે, અરવિંદ કેજરીવાલ વૈચારીક ક્યા છે. પ્રેમ થઇ જાય તો છોકરા-છોકરી સાથે જોવા પણ મળે. કાલે ઉઠીને ન બને તો છૂટા પણ થાય.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022

    विज्ञापन
    विज्ञापन