આ વર્ષે ગયા વર્ષની જેમ પાણીની તકલીફ નહીં પડે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આ વર્ષે ગયા વર્ષની જેમ પાણીની તકલીફ નહીં પડે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
સરદાર સરોવર

હાલ નર્મદા ડેમની સપાટી 134.40 મીટરે પહોંચી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી 1,26,000 ક્યુસેક્સ પાણીની આવક નોંધાતા ડેમનાં 15 દરવાજા ખોલવામાં આવ્યાં છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદા : સરદાર સરોવર ડેમમાં ફરી એકવાર પાણીની વિપુલ આવક થતાં નર્મદા નદી બે કાંઠે થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 134.40 મીટરે પહોંચી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી 1,26,000 ક્યુસેક્સ પાણીની આવક નોંધાતા ડેમનાં 15 દરવાજા ખોલીને 2,88,000 ક્યુસેક્સ પાણી નદીમાં છોડાયું છે. આ નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. કેચમેન્ટ વિસ્તારમાં પડી રહેલા વરસાદને કારણે હાલ પાણીની આવક 2,38,059 ક્યુસેક્સ નોંધાઇ છે અને તેની સામે હાલ 10 દરવાજા ખોલાઈને 1,58,913 ક્યુસેક પાણી નર્મદામાં ઠલવાઇ રહ્યું છે. તો બીજી તરફ ગોરા બ્રિજ પરથી પાણી ઓસર્યા નથી અને તે 15 દિવસથી બંધ છે.

  આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે રિવર રાફ્ટિંગ અને ફ્રી WiFiની પણ મઝા માણી શકાશે  'આ વર્ષે પાણીની અછત નહીં થાય'

  રાજ્યનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નર્મદા ડેમની સાપાટી વધતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે તો ગત વર્ષે કે પાણીની તકલીફ હતી તે ભગવાનની કૃપાથી આ વર્ષે દૂર થઈ છે. આ વર્ષે પાણીની તકલીફ નહીં પડે.

  આ પણ વાંચો : તસવીરોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી

  ગોરા બ્રિજ 15 દિવસથી બંધ

  નર્મદા નદી બે કાંઠે વહેતા ગોરા ગામનો બ્રિજ ડૂબી ગયો છે. આ બ્રિજને ડૂબાડૂબ બ્રિજ હોય ચોમાસામાં આ પુલની રેલિંગ પણ કાઢી લેવાઇ છે. ત્યારે જેની ઉપરથી 1 મીટર પાણી વહી રહયુ છે. હાલમાં પાણી વધતા નર્મદામાં પાણીની સપાટી વધી રહી છે. હાલ ગોરા બ્રિજ ડૂબવાને કારણે 8 ગામોનાં ગ્રામજનોને છેલ્લા 15 દિવસ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આજે કોઈને પણ બહાર જવું હોય તો 40 કિમીનો ફેરો ફરવાનો વારો આવ્યો છે. આ ગામના ગ્રામજનોને હવે કેવડિયા જવા ફરીને આવવું છે. આજે ગ્રામજનો નર્મદા નદીમાં પાણી ઓઓસરે જેની રાહ જોઈ રહ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:August 30, 2019, 14:08 IST

  ટૉપ ન્યૂઝ