Home /News /south-gujarat /

પહેલા ક્યારેય નહીં જોયું હોય મોદીનું આવું સ્વાગત, આ દ્રશ્યો છે ખેતરના !

પહેલા ક્યારેય નહીં જોયું હોય મોદીનું આવું સ્વાગત, આ દ્રશ્યો છે ખેતરના !

    નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂતે પોતાના ખેતરમાં ફૂલોની ખેતી કરી છે. જેમાં ખેડૂતે પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાના ફૂલો વાવીને વડાપ્રધાન મોદીનું નામ લખ્યું છે. આ ખેતરનો ડ્રોન તસવીરમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો.

    આ પણ વાંચો GIRL FRIEND સેક્સ માટે તૈયાર છે તેના સંકેતો

    ફૂલો ઉગાડી લખ્યું 'મોદી'

    નર્મદા જિલ્લાના સમારીયા ગામના ખેડૂત ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં પપૈયાની ખેતી કરી હતી. પરંતુ પપૈયાની ખેતીમાં તેઓને યોગ્ય વળતર ન મળતા ઉપેન્દ્રસિંહ ફૂલોની ખેતી તરફ વળ્યા હતા. તેઓએ પોતાના એક ખેતરમાં 22 હજાર રૂપિયા અને બીજા ખેતરમાં 33 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ગલગોટાના ફૂલોની ખેતી કરી હતી. જેમાંથી તેઓ હાલ રોજના 200 કિલો ફૂલો મેળવે છે. એટલે કે રોજના સાત હજાર રૂપિયાની કિંમતના ફૂલોનો ઉતારો થાય છે. આમ તેઓને ચાર મહિનામાં 3 લાખ રૂપિયાનું વળતર મળશે.



    ઉપેન્દ્રસિંહે પોતાના ખેતરમાં પીળા ફૂલોની વચ્ચે લાલ ગલગોટાના ફૂલો વાવ્યા હતા. અને લાલ ફૂલો વડે પોતાના ખેતરમાં 'મોદી' લખ્યું હતું. અને ડ્રોન વડે તેની તસવીર લીધી હતી. જેમાં ખેતરનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.



    ખેડૂત ઉપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ખુબ જ આદરભાવ છે. દેશમાં જે વિકાસ થઇ રહ્યો છે. તે મોદીને આભારી છે. આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે આવી રહ્યા છે, ત્યારે પહેલા ફૂલોનું તૈયાર થઇ જાય તે રીતે વાવેતર કરીને તેમનું નામ લખ્યું હતું. વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે કંઇક નવુ કરવાનું નક્કી કર્યું હતું.

    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Kevadiya, Sardar Patel, Statue of unity, પીએમ મોદી, મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन