Home /News /south-gujarat /

Narmada Fake degree scam : વધુ સાત આરોપીઓ ઝડપાયા 1 દિલ્હી અને 6 ગુજરાતના, કોની શું છે ભૂમિકા?

Narmada Fake degree scam : વધુ સાત આરોપીઓ ઝડપાયા 1 દિલ્હી અને 6 ગુજરાતના, કોની શું છે ભૂમિકા?

પકડાયેલા આરોપીઓની તસવીર

Narmada Fake Degree Scam: નર્મદા જિલ્લામાં નકલી ડિગ્રી કૌભાંડમાં (Narmada Fake degree scam) વધુ 7 આરોપીઓ નર્મદા પોલીસે (Narmada police) ઝડપી પાડ્યા છે.

    દિપક પટેલ, નર્મદાઃ નર્મદા જિલ્લામાં નકલી ડિગ્રી કૌભાંડમાં (Narmada Fake degree scam) વધુ 7 આરોપીઓ નર્મદા પોલીસે (Narmada police) ઝડપી પાડ્યા છે. જેમાં 1 દિલ્હી અને 6 રાજ્યના અલગઅલગ જિલ્લાના એજન્ટો દ્વારા આ મુખ્ય સૂત્રોધાર (Main Accused) સાથે સાઠગાંઠ કરી અનેક નકલી સર્ટીઓ લોકોને આપ્યા છે.

    સાથે આ યુનિવર્સીટીનાના સર્ટીઓ બાબતે વેરીફીકેશન તેમજ લાગતા વળગતા પાસાઓની તપાસ કરવામાં આવતા તપાસ દરમ્યાન આ વેબસાઇટ તથા બનાવટી ડીગ્રી સર્ટીફીકેટ દિલ્હી ખાતેથી બેઉલા નંદ ઉર્ફે શ્રેયાસીંગ રેવબીસી નંદ હાલ રહે. ૪એ, નંબર ૧૪ રાષ્ટ્રપુરી રોડ ઉત્તમનગર, નવી દિલ્હીનાની રાજાપુરી રોડ ઉત્તમ નગરનાની હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું.

    એલ.સી.બી.ની એક ટીમ દિલ્હી જઇ આ આરોપી બહેનને પકડી આરોપી બહેનના ઘરની ઝડતી તપાસ કરતાં ભારતની અલગ-અલગ ૩૫ યુનિવર્સીટીના ડીર્ગી સર્ટીફીકેટ કુલ-૨૩૭ તથા માર્કશીટો-૫૧૦ તથા ડીગ્રીસર્ટી તથા માર્કશીટને પ્રિન્ટ કરવા માટેની સ્ટેશનરી તથા કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સીટી તેમજ બોર્ડના રબર સ્ટેમ્પ કુલ-૯૪ તથા ડીગ્રી સર્ટી તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક તેમજ અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સીટી તથા સંસ્થાઓના કુલ-૭૩ વેબસાઇટ ડોમેઇન જે પોતે ચલાવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-Surat news: બે વર્ષના બાળકનું અપહરણ, 72 કલાકમાં બાળકને શોધી કાઢ્યું, મહિલાની ધરપકડ

    આ અંગે પોલીસ અધિક્ષક હિમકર સિંહે SIT ની રચના કરી ડીવાયએસપી વાણી દુધાત દ્વારા ચોક્કસ લોકેશન આધારે અલગ-અલગ ટીમો બનાવી નીચે મુજબના આરોપીઓની હાલ સુધી ધરપકડ કરવામા આવેલ છે.

    આ પણ વાંચોઃ-Surat: BBAમાં ભણતો વેપારી પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયો, ક્યાંથી લાવતો હતો અને ક્યાં વેચતો હતો?

    પકડાયેલા આરોપીઓ
    (૧) બેઉલા નંદ ઉર્દુ શ્રેયાસીગ રેવબીસી નંદ હાલ રહે. ૪-એ, નંબર ૧૪ રાજાપુરી રોડ ઉત્તમનગર, નવી દિલ્હીનાની રાજાપુરી રોડ ઉત્તમ નગર
    (૨) વરૂણકુમાર શ્રીરામ પ્રસાદ ઉ.વ.૨૯ રહે.સેકટર ૪૪ નોયડા ઉત્તરપ્રદેશ રાજ્ય મુળ રહે જીયાન જી,સિવાન બીહાર રાજ્ય પીન કોડ નં-૮૪૧૨૨૬
    (૩) પ્રણવ અશ્વિનભાઇ જાની રહે૪ સ્પીંગ ફિલ્ડ રૉાઉસ જજ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર અમદાવાદ
    (૪) અરણવ ઉમાશંકર ગુપ્તા ઉ.વ.૩૦ રહે. સી.૪-૪૧ રોયલ ઇન્ટરસીટી ડ્રાઇવિંગ, રોડ અમદાવાદ
    (૫) ભાર્ગવ દેવેન્દ્રભારતી ગૌસ્વામી ઉવ.૩૦ રહે.સૌરીન બંગ્લોઝ કામરેજ ચાર, રસ્તા સુરત
    (૬) દિપેશભાઈ જયેશભાઈ બારોટ ઉ.વ.૪૧ રહે.૪૦ર સત્યમ સ્ટેટસ કલોલ, તા.કલોલ જી.ગાંધીનગર,
    (૭) રોહીતકુમાર જયંતિલાલ પટેલ ઉ.વ.૩૬ રહે.૧૮ આનંદપાર્ક સોસાયટી, ટી.બી.રોડ મહેસાણા તા. જી.મહેસાણા સુરત
    (૮) રૂષીકેશ વિનાયકભાઈ પુરોહિત ઉ.વ.૨૯ રહે.એ-૧૩૪ રેશકોર્ષ સોસાયટી નિયર રામેશ્વર ટેમ્પલ સુભાનપુરા વડોદરા
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Gujarati news, Narmada

    આગામી સમાચાર