Home /News /south-gujarat /Bharuch: એકતાનગરામાં પ્રથમ વખત EPL-2023નું આયોજન, કલેકટર XIનો વિજય

Bharuch: એકતાનગરામાં પ્રથમ વખત EPL-2023નું આયોજન, કલેકટર XIનો વિજય

એકતાનગર ખાતે પ્રથમ વાર એકતાનગર પ્રીમિયર લીગનું કરાયું આયોજન

એકતાનગર ખાતે પ્રથમ વાર એકતાનગર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર ઇલેવનનો 8 રને વિજય થયો હતો. આ લીગમા; નવ ટીમ ભાગ લઇ રહી છે અને તારીખ 26 ફેબ્રુઆરીનાં ફાઇનલ રમાશે.

Aarti Machhi, Bharuch: એકતાનગર ખાતે સર્વ પ્રથમ વખત SoUADTGA દ્વારા એકતાનગર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આજે લીગનો દબદબાભેર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, SP નર્મદા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, SRPF ના સેનાપતિ એન્ડ્રુઝ મેકવાને ટ્રોફીનું અનાવરણ કરી લીગનો પ્રારંભ કરાવ્યો હતો.

લીગમાં વિવિધ વિભાગની 9 ટીમે ભાગ લીધો

આ લીગમાં વિવિધ વિભાગની 9 ટીમ ભાગ લઈ રહી છે,જે માં SoU XI, કલેકટર XI,પંચાયત XI, SRPF XI,CISF XI,SSNNL XI,GESEC XI,SP XI ભાગ લઈ રહ્યા છે.



ખાસ CEO ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં પ્રત્યેક ટીમને અલગ ડ્રેસ કોડ અને તે જ પ્રમાણે ધ્વજ પણ ફરકાવવામાં આવ્યા છે. વિવિધતામાં એકતાનો સંદેશ પૂરો પાડે છે.



EPL-2023નું થીમ સોન્ગનું પણ નિદર્શન કરાયું

આયોજક કમિટીના અધિક કલેકટર સર્વ ધવલ જાની અને હિમાંશુ પરીખના માર્ગદર્શનમાં EPL-2023નું થીમ સોન્ગનું પણ નિદર્શન કરવામાં આવ્યું છે.


લીગમાં કુલ 17 મેચનું આયોજન કરવામાં આવેલ છે,આગામી તા. 26/02/2023ના રોજ ફાઇનલ યોજાશે અને ગરિમાપૂર્ણ સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


કલેક્ટર ઇલેવનનો 8 રને વિજય થયો

આજે પ્રથમ મેચ SOU અને કલેકટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી,જેમાં SP પ્રશાંત સુંબે એ ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. ટોસ SOU ઇલેવને જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી, કલેકટર ઇલેવને 14 ઓવરમાં 130 રન બનાવ્યા હતા.



તેની સામે SOU ઇલેવન 122 રન બનાવી શકતા કલેક્ટર ઇલેવનનો 8 રને વિજય થયો હતો. ઉદ્ઘાટન સત્રને સંબોધતા CEO ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે,EPL -2023ના માધ્યમથી તમામ સરકારી કચેરીઓ વચ્ચે એકતાની ભાવના જાગૃત થશે અને સાથે ફિટ ઇન્ડિયાનો સૂત્ર સાર્થક થશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો
First published:

Tags: Bharuch, Cricketers, Local 18, Match, Winner