Home /News /south-gujarat /

સરદાર સરોવર ડેમ પાસે મોડી રાતે 3ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો

સરદાર સરોવર ડેમ પાસે મોડી રાતે 3ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો

સરદાર સરોવર ડેમની તસવીર

જોકે વિસ્તારમાં આ આંચકાને કારણે કોઇ નુકશાનનાં સમાચાર મળ્યાં નથી.

    દિપક પટેલ, નર્મદા : સરદાર સરોવર ડેમ પાસે ગઇકાલે રાતે આશરે 2.15 કલાકે રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે વિસ્તારમાં આ આંચકાને કારણે કોઇ નુકશાનનાં સમાચાર મળ્યાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમથી 53 કિમી દૂર હતું. નોંધનીય છે કે સરદાર સરોવર ડેમ 8.5 તીવ્રતાનો ભૂકંપ સુધી ખમી શકે છે.

    સરદાર સરોવર ડેમ પાસે અનુભવેલા ભૂકંપનાં આંચકાને કારણે સામાન્ય માણસને કોઇ હાની કે નુકસાનનાં સમાચાર મળ્યાં નથી. આ ભૂકંપનો આંચકો રાતે અનુભવાયો જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને પણ હાની થઇ ન હતી.

    આ પણ વાંચો : નર્મદાની 10,796 કિ.મી. કેનાલોનું કામ બાકી હોવાનો સરકારનો સ્વીકાર

    જો વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરીએ તો સ્ટેચ્યુ ભૂકંપની 6.5થી વધુની તીવ્રતા તેમજ 180 કિમી ઝડપે ફૂંકાતા વાવાઝોડાને પણ ખમી શકે તેવી સલામત બનાવાયું છે.

    આ પણ વાંચો : નર્મદા કેનાલમાં ગાબડાં : ભ્રષ્ટાચારના ભોરિંગને છાવરવા સરકારે ઊંદર-નોળિયાને આગળ કર્યાં

    મહત્વનું છે કે ગત ઓગસ્ટમાં પણ નર્મદા ડેમ સાઇડ પર ભૂકંપ સાંજે 6.57 કલાકે નોંધાયો હતો. જો કે આ ભૂકંપ સામાન્ય હતો જેથી કોઇ નુકસાન થયું નથી. 3.5 તીવ્રતાનો ભૂંકપ જમીનમાં 9.8 કિલોમીટરની ઉંડાઇએ આવ્યો હતો જેનાથી સામાન્ય હલનચલનનો અહેસાસ થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Narmada, Sardar Sarovar Dam, Statue of unity, ભૂકંપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन