Home /News /south-gujarat /દ.ગુજરાત-કચ્છનાં અનેક વિસ્તારોમાં માવઠું, રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

દ.ગુજરાત-કચ્છનાં અનેક વિસ્તારોમાં માવઠું, રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

 ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં એપ્રિલનો આકરો તાપ થોડા દિવસો માટે તેનો પ્રકોપ થોડો ઓછો કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે રાતે નર્મદાનાં સાગબારા અને ડાંગ-વઘઇ તાલુકામાં અનેક જગ્યાએ માવઠું થયું હતું. ઉકળાટ અને બફારા બાદ અચાનક વરસાદ પડતાં એકબાજુ લોકોએ હાસકારો અનુભવાયો હતો પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોનાં ઊભા પાક અને કેરીનાં પાકને નુકસાન થવાની ભીતીથી તેઓની મુશ્કેલી વધી ગઇ હતી. આજે સવારે પણ ત્યાં વાદળછાયુ વાતાવરણ હતું.

લોકોને ગરમીને કારણે આવી રહ્યાં છે ચક્કર

રવિવારે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. અમદાવાદમાં ગરમીથી ચક્કર ખાઈને પડી જવાના 37 કેસ નોંધાયા હતા. 108ના આંકડા મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છેલ્લા 24 કલાકમાં 156 લોકોને ગરમીની અસર થઈ હતી.

ગરમીનો પારો 45ને પાર જાય તો બાંધકામ સાઇટો બપોરે બંધ, હોસ્પિટલોને એલર્ટ રહેવાની તાકીદ

રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથેનો ટ્રફ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારા સુધી લંબાઇ ગયો છે. ટ્રફની જમણી બાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જેના કારણે રાજ્યમાં 14મી તારીખથી 17મી સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

નવસારીમાં હળવો વરસાદ


દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ

નવસારી જિલ્લાના વાંસદામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે. વાંસદામાં માવઠું થતા વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને કેરીના પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે. આ ઉપરાંત સોનગઢ વિસ્તારમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે. ગતરોજ રાત્રી દરમ્યાન વરસાદી છાટા પડ્યા હતાં. આખા દિવસમાં વરસાદ પડવાની શક્યતા પણ સેવાઇ રહી છે. આ સાથે કરછ ગાંધીધામ ભુજ સહિત કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વાતવરણ પલટાયું છે. અચાનક ભારે પવન ફૂંકાતા વાતવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. કંડલામાં અને આસપાસના વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાયો હતો.

કચ્છનાં અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ


વરસાદી માહોલ સર્જાયો

નર્મદાનાં સાગબારા પંથકમાં 15થી 20 મિનિટ સુધી સતત ચાલુ રહ્યો હતો. જ્યારે વઘઈ તાલુકાના સાકરપાતડ અને રંભાસ ગામમાં વરસાદી માહોલ સર્જાઇને મોડી રાત્રે હળવો વરસાદ પડ્યો હતો. કેરી તેમજ સ્ટ્રોબેરીનાં પાકને નુકશાનની ભીતિ
First published:

Tags: APRIL, Summer, Western disturbance, ગુજરાત