'મહા' વાવાઝોડાના સંકટને કારણે નર્મદા પરિક્રમા અટકી, અનેક મુસાફરો પરત ફર્યા

News18 Gujarati
Updated: November 5, 2019, 3:47 PM IST
'મહા' વાવાઝોડાના સંકટને કારણે નર્મદા પરિક્રમા અટકી, અનેક મુસાફરો પરત ફર્યા
ફાઇલ તસવીર

આ ઉપરાંત આલીયાબેટ અને હાંસોટનાં નાવિકોને નદી અને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : 'મહા' વાવાઝોડાનાં (Maha Cyclone) સંકટને કારણે નર્મદા પરિક્રમા (Narmada Parikrama) અટકાવી દેવામાં આવી છે. હાંસોટનાં વહીવટી તંત્ર દ્વારા વમલેશ્વર હોડી ઘાટ બંધ કરવામાં આવ્યો છે. 4 બસમાં 200થી વધુ પરિક્રમાવાસીઓ અધૂરી પરિક્રમા કરી પરત ફર્યા છે. 50થી વધુ પગપાળા પરિક્રમાવાસીને વમલેશ્વર આશ્રમ તેમજ કતપોર ગામે રોકાણ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત આલીયાબેટ અને હાંસોટનાં નાવિકોને નદી અને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે.

નર્મદા નદીની 3600 કિમીની પરિક્રમા બે ભાગમાં શરૂ થાય છે. જેમાં પહેલા હાંસોટ પાસેનાં વમલેશ્વર કતપોર ગામમાં પૂર્ણ કરીને હોડીમાં નર્મદા સંગમ સ્થાનમાં દરિયામાંથી પસાર થઇને દહેજ પાસે પહોંચે છે. આ પરિક્રમા દરેશા બાદ શરૂ થાય છે અને દિવાળી પછી પરિક્રમાવાસીઓ વધુ પ્રમાણમાં આવે છે. ત્યારે મહા વાવાઝોડાનાં સંકટને કારણે વમલેશ્વર હોડી ઘાટ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે 200થી વધુ મુસાફરોને પરત ફરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : 'મહા' વાવાઝોડાનું સંકટ : દીવમાંથી પ્રવાસીઓને સલામત સ્થળે ખસી જવા અપીલ

નોંધનીય છે કે, પુરાણોમાં આવતી વાત પ્રમાણે, નર્મદા ભગવાન શિવની પુત્રી છે. તે કુંવારી છે એટલે કે સાગરમાં મળતી નથી અને આખા ભારતમાં આ એક એવી નદી છે, જેની પરિક્રમા શક્ય છે. આ પરિક્રમા કરી અનેક લોકો મનની શાંતિ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પુરાણોમાં છે. ખાસ કરીને પંચકોશી નર્મદા પરિક્રમા 21 દિવસમાં પૂરી કરી શકાય છે અને આ પરિક્રમા ચૈત્ર માસમાં જ કરવામાં આવે છે. હાલ ભારતભરમાંથી મા નર્મદાના ભક્તો દ્વારા 21 દિવસ માટે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં હજારો ભાવિકો જોડાય છે. આ પરિક્રમા રોજ 12 કિલોમીટર પગપાળા ચાલવામાં આવે છે.
First published: November 5, 2019, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading