Home /News /south-gujarat /

ભારે વરસાદથી રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર, સરદાર સરોવર ડેમની જળસપાટી વધી

ભારે વરસાદથી રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર, સરદાર સરોવર ડેમની જળસપાટી વધી

ગરુડેશ્વરમાં આવેલો 35 મીટર ઊંચો વિયર ડેમ ઓવરફલો થઇ ગયો છે

સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના ૪૫.૩૭ ટકા છે

    નર્મદા: રાજ્યમાં છેલ્લાં ચારેક દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના ૨૦૭ જેટલી યોજનાઓમાં ૧૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ૪૦.૨૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના ૪૫.૩૭ ટકા છે. રાજ્યના ૨૦૬ જેટલા જળાશયોમાં ૨,૨૪,૨૮૭ એમસીએફટી જળસંગ્રહ થયો છે.

    નર્મદા બંધ નો જળ સપાટી માં સતત વધારો રહ્યો છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક 42240 ક્યુસેક થઇ રહી છે. નર્મદા બંધની જળ સપાટી 115.58 મીટર છે. સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે કેનાલમાં પાણી બંધ કરાયું છે. જ્યારે વરસાદ પડવાના કારણે ગરુડેશ્વર આવેલો 35 મીટર ઊંચો વિયર ડેમ ઓવરફલો થઇ ગયો છે. ડેમ ઓવરફ્લો થતા નર્મદા નદીમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા નદીનો જળ પ્રવાહ વધતાં કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ નદીનો પ્રવાહ સીધો ચાણોદ કરનાડી થઈને ભરૂચ સુધી જાય છે.

    પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર, ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા ૧૧ જળાશયો તેમજ ૯૦થી ૧૦૦ ટકાના જળસંગ્રહ ધરાવતા બે જળાશયો મળી કુલ ૧૩ જળાશયો હાઈએલર્ટ ઉપર, ૮૦ થી ૯૦ ટકા જળસંગ્રહ સાથે ૮ જળાશયો એલર્ટ પર તથા ૭૦ થી ૮૦ ટકા ભરાયેલા ૭ જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, આગામી હવામાન વિભાગે સોમવારે સવારે 8.30 વાગ્યાથી મંગળવાર સવારના 8.30 વાગ્યાની આગાહી આપી છે. જે પ્રમાણે છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે.

    બીજી તરફ કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ખડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ જામનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર-સોમનાથ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Heavy rain, Sardar Sarovar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन