મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા, Videoમાં જુઓ અદભૂત નજારો

મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા, Videoમાં જુઓ અદભૂત નજારો
ઈન્દિરા સાગર ડેમની તસવીર

ઇન્દિરા સાગર ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આવતી કાલ સુધીમાં સરદાર સરોવર ડેમમાં આવશે. અત્યારે ડેમની સપાટી 131.79 મીટર ઉપર પહોંચી છે.

 • Share this:
  દિપક પટેલ, નર્મદાઃ અત્યારે સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ (Heavy Rainfall) પડી રહ્યો છે. સાથે સાથે મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) પણ વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ગુજરાતમાંથી પસાર થતી નદીઓ પરના ડેમમાં વિપુલ માત્રામાં પાણીનો જથ્થો આવી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં આવેલા ઈન્દિરા સાગર ડેમમાં (Indira sagar dam) પણ મોટી માત્રામાં પાણીની આવક થતાં ડેમના તમામ 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. તમામ દરવાજા ખોલાતા ડેમ પર અદભૂત નજારો સર્જાયો હતો. જેને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.

  ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં સારા વરસાદના પગલે રાજ્યના તમામ ડેમો ભરાયા છે. જેથી ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી આવતી કાલ સુધીમાં સરદાર સરોવર ડેમમાં આવશે.  આ સાથે સરદાર સરોવર ડેમમાં ઉપરવરાસમાંથી પાણી આવકમાં વધારો થયો છે. અત્યારે ડેમની સપાટી 131.79 મીટર ઉપર પહોંચી છે. જોકે, 75 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.

  આ પણ વાંચોઃ-PM મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી પ્લેન સાકાર, જાણી લો કેટલું હશે ભાડું, દિવસમાં કેટલી વખત ભરશે ઉડાન?

  આ પણ વાંચોઃ-ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા ઉપર વિદેશી મહિલાએ શૂટ કર્યો ન્યૂડ Video, આવું આપ્યું કારણ

  આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

  અત્યારે ઉપરવાસમાંથી 7 લાખ 47 હજાર 286 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. અત્યારની સ્થિતિમાં નર્મદા ડેમના 23 દરવાજામાંથી 8,14,454 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં નર્મદા નદીમાં છોડવામાં આવતા પાણીમાં વધારો થયો છે.  ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વલસાડના ઉમરગામમાં 79 મીમી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકોને વરસતા વરસાદમાં હેડ લાઈટ ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતના પાંચેય જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ઉકાઈના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવક ઓછી થઈ હોવા છતાં ડેમની સપાટી રૂલ લેવલથી વધીને 335.15 પર પહોંચી છે.
  Published by:ankit patel
  First published:August 29, 2020, 23:27 pm

  ટૉપ ન્યૂઝ