ખેડૂત ગુજરાતની સરકાર પાસે બાળકોનું શિક્ષણ માગે તો પોલીસ તેમની પિટાઇ કરે છેઃરાહુલ ગાંધી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 4:33 PM IST
ખેડૂત ગુજરાતની સરકાર પાસે બાળકોનું શિક્ષણ માગે તો પોલીસ તેમની પિટાઇ કરે છેઃરાહુલ ગાંધી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી યાત્રાના સમાપન પ્રસંગે સંબોધન કરતા કહ્યુ હતું કે, ગુજરાતે દેશ માટે ઘણુ બધુ કર્યું છે. આજે ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે તમામને સ્થાપના દિવસની શુભેચ્છા.ગુજરાત રાજ્ય ભારતની શાન છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 4:33 PM IST
નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી યાત્રાના સમાપન પ્રસંગે સંબોધન કરતા કહ્યુ હતું કે, ગુજરાતે દેશ માટે ઘણુ બધુ કર્યું છે. આજે ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ છે તમામને સ્થાપના દિવસની શુભેચ્છા.ગુજરાત રાજ્ય ભારતની શાન છે.

rahul02

અમુલ ડેરીનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે વધુમાં મહિલાઓની પ્રશંસા કરતા કહ્યુ હતું કે અમુલમાં ગુજરાતની મહિલાઓની શક્તિ છે. ઘણા વર્ષો પહેલા અમુલ ન હોતુ ત્યારે પોલસન કંપની હતી જે દુધના સારા ભાવ નહોતી આપતી. મહિલાઓએ ગાંધીજીને કહ્યુ આ કંપની વિદેશીઓને ફાયદો કરાવે છે. ગુજરાતની કરોડો મહિલાઓએ પોતાની મહેનતથી અમુલ બનાવ્યું છે.

આડ કતરી રીતે મોદી પર પ્રહાર કરતા રાહુલે કહ્યુ કે, 70વર્ષ પહેલાનું આજે ગુજરાત નથી. કરોડો લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. ગુજરાતનો વિકાસ માત્ર એક વ્યક્તિએ નથી કર્યો. કોંગ્રેસે દેશભરના ખેડૂતોની જમીનની રક્ષા કરી છે. ભાજપ સરકારે શું કર્યું છે? ગુજરાતમાં આવેલા પરિવર્તન પાછળ શ્વેતક્રાંતિમાં મહિલાઓ અને ખેડૂતોની ભાગીદારી છે. કોંગ્રેસ પણ ભાગીદાર છે.

ગુજરાતમાં ઉદ્યોગપતિઓને જમીનો આપી દેવાઇ છે. ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓ હડપ કરી રહ્યા છે.જમીન અધિગ્રહણ બીલ રદ કરવા પ્રયાસો થયા હતા. આંખો બંધ કરી જમીનની લહાણી કરી હતી. ખેડૂત ગુજરાતની સરકાર પાસે બાળકોનું શિક્ષણ માગે તો પોલીસ તેમની પિટાઇ કરે છે. હાલમાં ગુજરાતમાં 10થી 15 ટકા લોકોનું જ રાજ છે. પાટીદાર આગેવાનોએ મારી પાસે આવીને કહ્યુ કે અમારા બાળકોને શિક્ષણ નથી મળતું.રાહુલે કહ્યુ હતું કે ગુજરાતમાં પાટીદારો સાથે અન્યાય થાય છે.રાહુલના સંબોધન પહેલા શહીદ જવાનોને સભામાં શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

ડેડિયાપાડામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું સંબોધન

રાહુલ ગાંધીએ ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિવસની આપી શુભેચ્છા
ગુજરાત ભારતની શાન છેઃ રાહુલ
'ગુજરાતે દેશ માટે ઘણું બધુ કર્યું છે'
રાહુલ ગાંધીએ અમુલ ડેરીનો કર્યો ઉલ્લેખ
અમુલમાં મહિલાની શક્તિની કરી પ્રશંસા
અમુલ પહેલા ગુજરાતમાં પોલસન ડેરી હતી
'પોલસન કંપની અંગ્રેજોને મદદ કરતી હતી'
પોલસન ડેરી દૂધના સારા ભાવ નહોતી આપતીઃ રાહુલ
ગુજરાતનો વિકાસ કોઈ એક વ્યક્તિએ નથી કર્યોઃ રાહુલ
'કોંગ્રેસે દેશભરમાં ખેડૂતોના જમીનની રક્ષા કરી'
'ભાજપ સરકાર પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન'
'ગુજરાતમાં ઉદ્યોગપતિઓને હજારો એકર જમીન ફાળવી'
ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છેઃ રાહુલ
'હાલ ગુજરાતમાં 10 થી 15 લોકો રાજ કરી રહ્યા છે'
'ગુજરાતમાં પાટીદારો સાથે અન્યાય થયો છે'
'પાટીદારો, ખેડૂતો હક્ક માગે છે તો લાઠી મારવામાં આવે છે'
'પાટીદારોએ મને આવીને કહ્યું અમારા બાળકોને શિક્ષણ નથી મળતું'
'વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતમાં 10-15 લોકોને લાભ અપાય છે'
'આદિવાસીઓ સામે થતા અન્યાયથી લડીશું'
સરકારે 2 કરોડ લોકોને વર્ષે રોજગાર આપવાનો વાયદો કર્યો હતો
'મોદી સરકારે રોજગારના આપેલા વચનો પુરા કર્યા નથી'
અમે વચનો નહીં કામ કરીએ છીએઃ રાહુલ
દેશમાં આજે સૌથી વધુ બેરોજગારી છેઃ રાહુલ
'ગુજરાતના લોકોમાં ગુસ્સો છે'
'ગુજરાતને બદલવાનું કામ કોઈ એક વ્યક્તિ નથી કરતો'
'ગુજરાતને આગળ વધારવાનું કામ અહીંના લોકો કરે છે'
'કોંગ્રેસનું કામ લોકોની વાત સાંભળવાની છે'
'કોંગ્રેસનું કામ મન કી વાત કરવાનું નથીઃ રાહુલ
'અમારી સરકાર દુકાનદારો, નાના વેપારીઓ, ખેડૂતો પાસે જશે'
'અમારી સરકાર જનતાના મનની વાત સાંભળશે'
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતનું નિવેદન

'ઈન્દિરા ગાંધીએ આદિવાસીઓનું ધ્યાન રાખ્યું હતું'
કોંગ્રેસે લોકતંત્રને મજબૂત બનાવ્યું છેઃ અશોક ગેહલોત
કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું જેથી આજે મોદી PM બની શક્યા
'રાજીવ ગાંધી PM બન્યા ત્યારે આદિવાસીઓને પ્રાથમિકતા આપી હતી'
First published: May 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर