દિપક પટેલ, નર્મદા : ગુજરાતમાં હવે ચોમાસું (Monsoon 2020 Gujarat) જામી રહ્યું છે. જોકે, દક્ષિણ ગુજરાત (South Gujarat)માં તો આ વર્ષે વિધિવત ચોમાસું બેસ્યા પહેલા જ મેઘરાજાએ બેટિંક શરૂ કરી દીધી હતી. પ્રથમ વરસાદને 15 દિવસ કરતા વધારે સમય થવા આવતા હવે પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. ખાસ જો નર્મદા (Narmada District) ની વાત કરવામાં આવે તો અહીં વિંધ્યાચળની ગિરિમાળાની વચ્ચે દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલ (Sardar Patel)ની 182 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. હાલ લૉકડાઉન (Lockdown)માં અહીં પ્રવાસીઓને મંજૂરી નથી પરંતુ વરસાદથી અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક બની ગયું છે.
(આ પણ વાંચો : સ્કૂલ ફી મુદ્દે હવે વાલીઓ લડી લેવાના મૂડમાં)
હાલ ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે નર્મદા જિલ્લો તેની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ફરતે આજુબાજુ હાલ નર્મદા નદીનું પાણી ફરી વળ્યું છે. બીજી તરફ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ફરતે આવેલી વિંધ્યાચળ ગિરિમાળાઓ લીલીછમ બની છે.
ભલે નર્મદા જિલ્લાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં હાલ વરસાદ નથી પડી રહ્યો પરંતુ જંગલ વિસ્તારમાં વરસાદ પડતા જ ડુંગરો લીલાછમ ભાસી રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો હાલ નઝારો ખૂબ જ નયનરમ્ય લાગી રહ્યો છે. જોકે, કોરોના વાયરસની મહામારીને પગલે હાલ સ્ટેચ્યૂ ઑફ યુનિટી 15 માર્ચથી પ્રવાસીઓ માટે બંધ છે. પરંતુ આ વીડિયોના મારફતે તમે આ નજારો માણી શકો છો.
Published by:News18 Gujarati
First published:June 30, 2020, 13:32 pm