ભાજપ આદિવાસીઓને માણસ ગણતો નથીઃશંકરસિંહ વાઘેલા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 4:22 PM IST
ભાજપ આદિવાસીઓને માણસ ગણતો નથીઃશંકરસિંહ વાઘેલા
નર્મદાના ડેડિયાવાડામાં આજે આદિવાસી યાત્રાના સમાપન પ્રસંગે જનમેદનીને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો બેરોજગારોને ભથ્થુ આપીશું. ભાજપ આદિવાસીઓને માણસ ગણતા નથી. આજે ગુજરાતમાં ભણેલા ગણેલા લોકો બેરોજગાર છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 4:22 PM IST

નર્મદાના ડેડિયાવાડામાં આજે આદિવાસી યાત્રાના સમાપન પ્રસંગે જનમેદનીને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો બેરોજગારોને ભથ્થુ આપીશું. ભાજપ આદિવાસીઓને માણસ ગણતા નથી. ઉપેક્ષા કરે છે. આજે ગુજરાતમાં ભણેલા ગણેલા લોકો બેરોજગાર છે.

વાઘેલાએ વધુમાં કહ્યુ હતું કે આદિવાસી યાત્રાનું આજે સમાપન છે.ગુજરાતને બે ભાગમાં જોવું જોઇએ. ગુજરાતમાં માત્ર વિકાસની વાતો જ થાય છે. ભાજપ વનવાસીઓની કદર કરતી નથી.સૌથી વધુ શાળા આદિવાસી વિસ્તારોમાં બંધ કરાઇ છે. આદિવાસી વિસ્તારને પાણી મળતુ નથી.


ડેડિયાપાડામાં રાહુલ ગાંધી પહોંચ્યા


સેવા દળના 21 લોકોએ ગાર્ડ ઓફ ઓર્નર આપ્યું

ઓલ કોંગ્રેસ MLA દ્વારા કરાયું સ્વાગત

અહેમદ પટેલ, અશોક ગેહલોત, ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ હાજર

સુકમા હુમલાના શહિદોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી

રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ અને સભામાં હાજર તમામે મૌન પાડ્યું

આદિવાસી ભાઈબહેનોએ પણ 2 મિનિટ મૌન પાડ્યું

નર્મદાનું પાણી ગુજરાતના અનેક ભાગોને પહોંચ્યું છે પણ

જ્યાંથી નર્મદા પસાર થાય છે એ આદિવાસી વિસ્તારોને પાણી નથી મળ્યું

ભાજપની સરકાર આદિવાસીઓને મજૂર રાખવા માંગે છે


ડેડિયાપાડામાં અહેમદ પટેલનું નિવેદન


પ્રદેશ કોંગ્રેસની ટીમને અભિનંદન પાઠવ્યા

સારા આયોજન માટે અભિનંદન

ભાજપની સરકાર 20 વર્ષથી ગુજરાતમાં છે

2017 નવેમ્બર અને ડિસેમ્બરમાં સુર્ય ઉગશે પણ કોંગ્રેસ આવશે

મોદી પર અહેમદ પટેલના પ્રહાર

ડેડિયાપાડામાં આવી મોટી જાહેરાત મોદીએ કરી હતી પણ કામ નથી કર્યું


'નર્મદા યોજનામાં કોંગ્રેસે ફાળો આપ્યો છે'


'2017ની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે'

'ડેડિયાપાડાને નર્મદાનું પાણી મળવું જોઈએ'

તત્કાલિન CMએ ડેડિયાપાડાને પ્રાવાસન સ્થળ બનાવવાની વાત કરી હતી

ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છેઃ અહેમદ પટેલ


First published: May 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर