નર્મદા: વાજતે ગાજતે થયા લગ્ન, પછી થયું એવું કે, દુલ્હન વગર જ વરરાજા જાન પાછી લઇ ગયા

પ્રતીકાત્મક તસવીર- shutterstock

આસપાસનાં ગામોમાં આ કિસ્સો ચર્ચાવા લાગ્યો છે અને બંને પક્ષ પોલીસ ફરિયાદ કરવાના મૂડમાં છે.

 • Share this:
  દેડિયાપાડા તાલુકામાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના મોજરા ગામનો વરરાજાનું લગ્ન ગઢ ગામની દુલ્હન સાથે થયું હતું. જે બાદ એક વિધિમાં ફોટા પડાવાવની નાની અમથી વાતમાં બે પક્ષો વચ્ચે ઝઘડો થતા બોલાચાલી થઇ હતી. જે બાદ દુલ્હનના મામાએ ગુસ્સામાં કહી દીધું હતું કે, અમારે અમારી દીકરી તમને નથી આપવી. એટલે બીજા પક્ષે આ સાંભળીને ચાલતી પકડી હતી. વરરાજા લગ્ન કરીને દુલ્હનને લીધા વગર જ જતા રહ્યા હતા. જે બાદ આસપાસનાં ગામોમાં આ કિસ્સો ચર્ચાવા લાગ્યો છે અને બંને પક્ષ પોલીસ ફરિયાદ કરવાના મૂડમાં છે.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, દેડિયાપાડા તાલુકાના મોજરા ગામનાં વરરાજા સુખદેવભાઈ ચતુરભાઈ વસાવાના લગ્ન ધામધૂમથી થયા હતાં. લગ્નની દરેક વિધિ મંત્રોચ્ચાર સાથે થઇ હતી. વરરાજા સુખદેવભાઇ વસાવા 17મી માર્ચનાં રોજ જાન લઇને ગઢ ગામમાં લગ્ન કરવા ઉત્સાહપૂર્વક ગયા હતા. જ્યાં ગંગાકુમારી વસાવા સાથે તેમણે લગ્ન પણ કર્યા હતા. રીતરિવાજો સાથે મંગળ ફેરા ફર્યા હતા. જે બાદ છેડા છોડવાની વિધિ પણ શરૂ થઇ હતી. આ વિધિ દરમિયાન બંને પક્ષને પહેલા ફોટા પડાવવા હતા. જેમા થોડી બોલાચાલી થઇ ગઇ હતી. કન્યા પક્ષે કહ્યું હતું કે, અમને પહેલા ફોટા પડાવી લેવા દો. જે બાદ ઉગ્ર બોલાચાલી થતા કન્યાના મામાએ કહ્યું હતું કે, અમારે અમારી દીકરી તમને નથી આપવી.

  અમદાવાદ: AMTS-BRTS બંધ થતા રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલે છે? તો આ હેલ્પલાઇન નંબર પર કરો ફોન

  જે બાદ વરરાજા જાન સાથે દુલ્હનને લીધા વગર પાછા ફર્યા હતા. જે બાદ બંને ગામોમાં માત્ર આ વાતની જ ચર્ચાઓ ચાલી રહી છે. બંને પક્ષના લોકો પોલીસ સ્ટેશનમા જઇને ફરિયાદ નોંધાવવાનું વિચારી રહ્યાં છે.

  પત્નીએ પતિને રંગેહાથે ઝડપ્યો, પ્રેમિકાએ આપી ધમકી, 'હું આડા સંબંધ રાખીશ, વચ્ચે આવી તો મારી નાંખીશ'

  યુપીમાં પણ આવું બન્યું હતુ

  થોડા સમય પહેલા યુપીમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં હેમછાપર નિવાસી ભુઆલ નિષાદના ઘરે જંગલઘૂષણ ટોલા હૈદરગંજથી જાન આવી હતી. લગ્ન ધૂમધામથી થયા. સવારે દુલ્હન વિદાય માટે ઘરેથી નીકળી ચૂકી હતી. દુલ્હીન ગામના બહાર કારમાં બેઠી દુલ્હાની પ્રતિક્ષા કરી રહી હતી. દુલ્હા પરછમની રસ્મમાં સામેલ થયો અને તે બેભાન થતા હાલાત બગડી ગઈ હતી. કન્યા પક્ષના લોકોએ બીમારીની આશંકાના કારણે દુલ્હીનની વિદાય કરવાનો ઈન્કાર કર્યો હતો.  તૂ-તૂ, મે-મે બાદ કન્યા પક્ષના લોકો લગ્નમાં આપેલો બધો સામાન્ વર પક્ષથી પાછો માંગવા લાગ્યા હતા. બંને પક્ષ વચ્ચે કલાકો સુધી પંચાયત ચાલી હતી. પંચાયત દરમિયાન વર પક્ષના લોકોએ એકવાત ઉપર અડગ હતા કે તેઓ યુવતની તપાસ કરાવી શકે છે. પરંતુ વાત બની ન હતી.
  Published by:Kaushal Pancholi
  First published: