એલર્ટઃ નર્મદા ડેમમાં પાણી ઐતિહાસિક સપાટીએ, 28 દરવાજા ખોલાશે

News18 Gujarati
Updated: August 10, 2019, 8:07 PM IST
એલર્ટઃ નર્મદા ડેમમાં પાણી ઐતિહાસિક સપાટીએ, 28 દરવાજા ખોલાશે
નર્મદા ડેમ

શનિવારે રાતે 1:30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે, હાલ ડેમમાં જળસપાટી 131.32 મીટર છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદાઃ રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણી તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. હાલ ડેમમાં પાણીની સપાટી 131.32 મીટરે છે. જો કે સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે રાતે 1.30 કલાકે ડેમના 28 દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સરદાર સરોવર નર્મદા ડેમના ફરી એકવાર દરવાજા ખોડવામાં આવી શકે છે. શનિવારે 11 વાગ્યે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, જો કે ઉપરવાસમાં સતત પાણીની આવકને કારણે ફરી ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મોરબી: પોલીસનો બાહુબલી અવતાર, પાણીમાં ફસાયેલા બાળકોને ખભ્ભે રાખી રેસ્ક્યૂ કર્યુ

શનિવારે રાતે 1:30 વાગ્યે નર્મદા ડેમના 28 દરવાજા ખોલવામાં આવશે, હાલ ડેમમાં જળસપાટી 131.32 મીટર છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે  ડેમમાં 4 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. તકેદારીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધાન કરવામાં આવ્યા છે. તો કેવડિયાનો ગોરા બ્રિઝ ફરી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.
First published: August 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...