Statue Of Unity ખાતેથી તમે હવે ક્રૂઝની મજા માણી શકશો

News18 Gujarati
Updated: February 1, 2020, 10:29 AM IST
Statue Of Unity ખાતેથી તમે હવે ક્રૂઝની મજા માણી શકશો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી

આપણે ક્રૂઝનો આનંદ માણવા માટે અન્ય જગ્યાએ જવું પડે છે. ત્યારે હવે મધ્યપ્રદેશનાં રાજઘાટથી (બડવાણી) કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે.

  • Share this:
નર્મદા : ગુજરાતીઓ માટે ખુશીનાં સમાચાર આવી રહ્યાં છે. ગુજરાત પાસે સૌથી મોટો દરિયા કિનારો છે પરંતુ આપણે ક્રૂઝનો આનંદ માણવા માટે અન્ય જગ્યાએ જવું પડે છે. ત્યારે હવે મધ્યપ્રદેશનાં રાજઘાટથી (બડવાણી) કેવડિયા સુધી ક્રૂઝ ચાલશે.

મહત્વનું છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું એકવર્ષ પુરૂ થયું હતું ત્યારે પર્યટન મંત્રી સુરેન્દ્રસિંહ બઘેલે જણાવ્યું હતું કે, નર્મદામાં પુરતું પાણી છે. તેનો ફાયદો પર્યટકોને અપાશે. ખલઘાટથી કુક્ષી, બડવાણી થઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ક્રૂઝની શરૂઆત કરવામાં આવશે. તેમાં બે દિવસ ત્રણ રાતનું પેકેજ અપાશે. ઓમકારેશ્વરથી ઉજ્જૈન બે જ્યોતિર્લિંગને મળીને સર્કિટ બનાવાશે. તેમાં મહેશ્વરની સાથે માંડુ અને મોહનખેડાને પણ જોડાશે. એક વેબસાઈટ તૈયાર થઈ રહી છે.

આ પણ વાંચો : વેવાઈ-વેવાણનાં કિસ્સામાં નવો ખુલાસો, પતિ વેવાણને સ્વીકારી લેશે

સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે ક્રૂઝ

ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ પણ જોવા મળશે. ગુજરાતનાં ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર દરિયાઇ વિસ્તારમાં પણ ક્રૂઝ ચાલશે. મહારાષ્ટ્ર, કેરળ અને લક્ષદ્વીપ સાથે ગુજરાત પણ ક્રૂઝ માટે યોગ્ય રાજ્ય છે તેમ કેન્દ્રીય શિપિંગ મંત્રાલયનું કહેવું છે. દ્વારકા, સોમનાથ, પોરબંદર અને માંડવીમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થળોએ દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે. આથી પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડતું ક્રૂઝ ટૂરીસ્ટ સર્કિટ શરૂ કરવાનું પ્લાનિંગ છે.

આ પણ વાંચો : સસરા બિઝનેસમાં પાર્ટનર ન બનતા જમાઈએ પત્ની સાથે કર્યું એવું કે જાણીને ચોંકી જશોઆ પણ જુઓ : 
First published: February 1, 2020, 10:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading