Covid-19 Deaths in india: આજે ડબલ્યૂએચઓ (WHO) દ્વારા ભારતમાં કોરોનાવાયરસથી મૃત્યુ પામનારા લોકો અંગે એક અંદાજિત આંકડો જાહેર કર્યો છે. જોકે, કેવડિયામાં સ્વાસ્થ શિબિરમાં આવેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mahdaviya)એ આ દાવો ફગાવી દીધો છે.
દિપક પટેલ કેવડિયા કોલોની,નર્મદા : કેવડિયા (Kevadia) ખાતે આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય કક્ષાની (Health Conference) કોન્ફરન્સ ચાલી રહી છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mahdaviya) ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખાસ કરીને કોરોનાથી ભારતમાં થયેલા મોત અંગે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આંકડા જાહેર કર્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં covid ના (Covid Deaths Report in india) કારણે અંદાજિત 47 લાખ લોકોના મોત થયા છે અને ભારત સરકારના આંકડા મુજબ 5.24 બતાવ્યા છે. ત્યારે આ આંકડાઓને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ કેવડિયા આરોગ્ય વિભાગની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પણ આ મુદ્દો ખાસ ચર્ચામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી જે સ્વાસ્થ્ય મંત્રીઓ આવ્યા હતા તેઓએ આ મુદ્દા લઈને ચર્ચાઓ કરી હતી.આ અંગે મળતી માહિતી અનુસાર ઉપસ્થિત મંત્રીઓ એ કહ્યું હતું કે ડબલ્યુ.એચ.ઓ દ્વારા ભારતમાં જે મોતનો આંકડો છે તે મેથેમેટિકલી રીતે પકડીને આંકલન કરીને જ 47 લાખ મોત બતાવવામાં આવ્યો એ સાચું નથી. આ પ્રકારના અહેવાલોથી દેશને આઘાત થયો છે.આપણે ત્યા એકદમ પારદર્શક રીતે ડેટા રાખવામાં આવ્યા હતા. આ મુદ્દે આગામી દિવસોમાં ડબલ્યૂએચઓના આંકડાનો વિરોધ કરવાનું પણ આયોજન છે.
WHO એ જે માપદંડ નો ઉપયોગ કર્યો તે ખોટો છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દેશના અલગ અલગ રાજ્યોના મંત્રીઓએ સંયુક્ત રીતે એક રિઝોલ્યૂશન પાસ કર્યું છે કે WHO એ જે માપદંડ નો ઉપયોગ કર્યો તે ખોટો છે. તેમને અહીંના સાચા અને ભરોસાપાત્ર અને ખૂબ જ કાયદાકીય અને લીગલ માપદંડનો ઉપયોગ કરી મોતનો આંકડો બતાવવાનો હતો. પણ WHOએ ભારતના નામ ને દુષિત કરવાનું કામ કર્યું છે.
ભારત દેશના તમામ મેમ્બરો એ ભેગા થઇને મંત્રીઓએ આ અંગે ઓબજેક્શન લીધું છે અને બધાએ જણાવ્યું છે કે એકદમ પ્રોપર રીતે લખવામાં આવ્યું છે કે અમારી સાથે અન્યાય થયો છે .આ અનજસ્ટીફાઈડ છે અમેં એનો વિરોધ કરીએ છીએ.કડક શબ્દોમાં વિરોધ કરીએ છે અને આ મુદ્દે ડબલ્યૂએચઓની મીટિંગ છે જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જશે અને વર્લ્ડ એસેમ્બલીમાં જઈને આ રિઝોલ્યૂશનને રજૂ કરશે. વિશ્વની સામેં દેશો મુકશે અને કહેશે કે WHO જે આ કામ કર્યું છે જે ખોટું કામ કર્યું છેતે તેને સુધારવુ જોઈએ. એવું પણ આરોગ્ય મંત્રી ઓ દ્વારા કહેવામાં આવ્યું હતુ
ભારતમાં જન્મ અને મૃત્યુનું 99.9 ટકા રજિસ્ટ્રેશન થાય છે
આપણે ત્યાં કોઈ પણ મોત થતી હોય જેનું 99.9 ટકા જન્મ અને મરણ નું રજીસ્ટ્રેશન થાય છે.પણ WHO એઓફિસમાં બેઠા બેઠા કામ કર્યું છે ભારતની શાખ બગાડવાનું કામ કર્યું છે એવી ચર્ચા પણ આ કોન્ફરન્સમાં થઈ હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર