નર્મદા : જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ ભણતું દેશનું ભાવી

News18 Gujarati
Updated: July 12, 2019, 1:46 PM IST
નર્મદા : જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ ભણતું દેશનું ભાવી
આંગણવાડીઓમાં ભણતા ભૂલકાઓ

જીલ્લામાં જર્જરિત હાલતમાં હોય એવી એક બે નહીં પરંતુ 60 આંગણવાડી છે, જે કાચા મકાનોમાં ચાલે છે. 10 થી 12 આંગણવાડીઓ તો ઓટલા ઉપર ચાલે છે.

  • Share this:
દિપક પટેલ, નર્મદા : દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે. ત્યારે ગુજરાતના નર્મદા જીલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. નર્મદા જીલ્લામાં 952 આંગણવાડીઓ છે જેમની ખરાબ હાલતને કારણે બાળકો પરેશાન છે. જીલ્લામાં જર્જરિત હાલતમાં હોય એવી એક બે નહીં પરંતુ 60 આંગણવાડી છે, જે કાચા મકાનોમાં ચાલે છે. 10 થી 12 આંગણવાડીઓ તો ઓટલા ઉપર ચાલે છે.

નાંદોદ તાલુકા અને ડેડીયાપાડાના અંતરીયાળ ગામોમાં આવી વિકટ પરિસ્થિતિ આજે પણ જોવા મળે છે. નાંદોદ તાલુકાના લાછરસ ગામે આંગણવાડી કાચા ઝૂંપડામાં ચાલે છે, અને જેની છતના કોઈ ઠેકાણા નથી. ડેડીયાપાડાના થાણા ફળિયામાં આવેલી આંગણવાડી પાસે ભાડાનું કે પોતાનું મકાન નથી અને તે છેલ્લા કેટલાક સમયથી ઓટલા પર ખુલ્લામાં ચાલે છે. જેમાં 57 જેટલા આદિવાસી બાળકો ભણે છે. શિયાળો ઉનાળો,અને ચોમાસાની ત્રણેય ઋતુમાં આ બાળકોને કેવી તકલીફ પડતી હશે તે સમજી શકાય તેમ છે.ગામના લોકો માંગણી કરી રહ્યા છે કે હવે ખરાબ હાલતમાં હોય તેવી આંગણવાડીઓ તરફ સરકાર ધ્યાન આપે અને તેનું સમારકામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે.

આ બાબતે ડીડીઓ નર્મદા ડો. જીન્સી વિલિયમ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 953 જેટલી આંગણવાડીઓ છે જે જર્જરિત હાલત માં છે. કેટલીક આંગણવાડી ભાડાના ઘરમાં ચાલતી હોય છે. હાલ આંગણવાડી બનાવવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો અને ONGCને કામ સોંપેલું છે. આગામી દિવસોમાં આ આંગણવાડીઓ સુવિધાઓથી સજ્જ બનશે. એક આંગણવાડી પાછળ રૂ. 7 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
First published: July 12, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading