Rajyasabhaની ચૂંટણીમાં BTPએ કૉંગ્રેસને મત ન આપતા MLAએ જિલ્લા પંચાયતોમાં ગઠબંધન તોડવાની માંગણી કરી

નાંદોદના ધારાસભ્ય પીડી વસાવાના પત્રથી રાજકારણ ગરમાયું

નાંદોદના ધારાસભ્યએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલેને પત્ર લખી છોટૂ વસાવા સાથે ગઠબંધ તોડવાની માંગણી કરી

 • Share this:
  દિપક પટેલ, રાજપીપળા : રાજ્ય સભાની ચૂંટણી માં BTP ના ધારાસભ્યો  છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા એ મત નહીં આપી આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો  અને કોંગ્રેસ સાથે તમામ જગ્યાએ ગઠબંધન છતાં કોંગ્રેસ સાથે બંને એ વિશ્વાસઘાત કર્યો છે. રાજ્યસભાની ચૂંટણી માં તેમના મતો ના મળતા કોંગ્રેસ સદસ્યો BTP  સામે રોષ વ્યકત કરીને તેમની સાથેના તમામ ગઠબંધન તોડી નાખવાની કાર્યવાહી કરી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ને અને રાષ્ટ્રીય અધ્યક્ષને સંબોધી પત્ર લખી મંજૂરી માંગી છે.

  નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા અને ભરૂચ જિલ્લાની બંને જિલ્લા પંચાયતો કોંગ્રેસ અને BTP ગઠબંધનવાળી છે. સાગબારા તાલુકા પંચાયત માં પણ બંને પક્ષો એ ગઠબંધન થી સત્તા હાંસલ કરી છે.

  આ પણ વાંચો :   કચ્છના માંડવીમાં મેઘ તાંડવ, નદીના પૂરમાં એક જ પરિવારના 14 લોકો ફસાયા, રેસ્ક્યૂનો દિલધડક Video

  જેના આધારે ડેડીયાપાડા વિધાન સભા માં પણ કોંગ્રેસ BTP ના ગઠબંધનથી કોંગ્રેસે ઉમેદવાર ના મૂકી BTP ને સપોર્ટ કર્યો હતો ત્યારે ભાજપ ને હરાવી શક્યા હતા. તો પછી.BTPએ રાજ્ય સભામાં કોંગ્રેસ ને જ મત આપવો જોઈએ પણ BTP એ પોતાનો ગઠબંધન ધર્મ ના નિભાવી ભાજપ ને.સપોર્ટકર્યો છે. એટલે નર્મદા અને ભરૂચ જિલ્લા પંચાયતના ગઠબંધન તોડવા કોંગ્રેસ ધારાસભ્ય પી.ડી.વસાવા અને નર્મદા જિલ્લા પંચાયત ના  10 કોંગ્રેસ ના સભ્યો એ હાઈ કમાન્ડ ને કરી રજુઆત કરી.જો કોંગ્રેસ ટેકો પાછો ખેંચે તો બે જિલ્લા ની પંચાયત તૂટી શકે એવી.પરિસ્થિતિ ઉભી થઇ શકે છે
  Published by:Jay Mishra
  First published: