નર્મદાઃ લગ્નમાં નાચગાન કરતી વખતે ધક્કા મુક્કી થતા યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો

News18 Gujarati
Updated: February 14, 2019, 5:55 PM IST
નર્મદાઃ લગ્નમાં નાચગાન કરતી વખતે ધક્કા મુક્કી થતા યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો
પ્રતિકાત્મક તસવીર

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે લગ્નમાં નાચગાન કરતી વખતે ધક્કા મુક્કી કરતા ઝઘડો થતા યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરી ત્રણ ચાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના આમદલા ગામે લગ્નમાં નાચગાન કરતી વખતે ધક્કા મુક્કી કરતા ઝઘડો થતા યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરી ત્રણ ચાર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં એકની હાલત ગંભીર થતા આ બાબતે કેવડીયા પોલીસ મથકે હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

મળતી માહિતી પ્રમાણે આમદલાના ફરિયાદી પિયુષભાઇ ઉર્ફે રાહુલભાઇ રાજેશભાઈ તડવીએ રાહુલભાઇ સુમનભાઇ તડવી સામે કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદની વિગત અનુસાર પિયુષભાઇ ઉર્ફે રાહુલભઆઈ તડવી અડગદા નવીવસાહત ગામે તેના કાકાની છોકરીના લગ્નમાં ગયેલો તે વખતે રાત્રીના સાડા અગીયાર વાગ્યાના અરસામાં પિયુષભાઇ વરઘોડામાં નાચતી વખતે ધક્કા મુક્કી થતા રાહુલભાઇ એકદમ ગુસ્સે થઇ મા બેન સમાણી ગાળોબોલી લાતો મારી પિયુષભાઇ ઉર્ફે રાહુલને તેના ગજવામાંથી ચપ્પુ કાઢી માથામાં મારી દીધું હતું.

આ વખતે પિયુષ ઉર્ફે રાહુલ વરઘોડામાંથી બહાર નિકળી ગેયલા અને રાહુલ પણ બહાર આવી ગયો હતો. આ વખતે પિયુષ ઉર્ફે રાહુલે ફરીથી બે- ત્રણ ચાર વખત ફરીથી ચપ્પા વડે હુમલો કર્યો હતો. આમ માથામાં સામાન્ય ઇજા કરી નાશી છૂટ્યો હતો.
First published: February 14, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading