બીજેપી સાંસદ મનસુખ વસાવાએ 'લવ જેહાદ' બાદ આદિવાસી છોકરીઓને વેચવાનો મુદ્દો ઉઠાવ્યો

સાંસદ મનસુખ વસાવા

ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબાઈનો લાભ લઈ ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે: મનસુખ વસાવા

 • Share this:
  દીપક પટેલ, નર્મદા: ભરૂચના સીનિયર બીજેપી નેતા અને સાંસદ મનસુખ વસાવા (BJP MP Mansukh Vasava)એ પણ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં “લવ જેહાદ” (Love Jihad)નો કડક કાયદો બનાવવા CM રૂપાણી (Gujarat Chief Minister Vijay Rupani)ને રરજુઆત કરી છે. BJP સાંસદ મનસુખ વસાવાએ “લવ જેહાદ” મુદ્દે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. તેમના આ આક્ષેપોને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ “લવ જેહાદ” બાદ ગરીબ આદિવાસીઓની છોકરીઓ (Tribal girls)ને વેચવામાં આવતી હોવાનો મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો છે.

  આ મામલે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ગરીબ પરિવારની છોકરીઓ જેમાં ખાસ કરીને આદિવાસી ગામડાની છોકરીઓને ગરીબાઈનો લાભ લઈ ગુજરાતમાં જ્યાં છોકરીઓની અછત છે ત્યાં વેચવામાં આવે છે. આ કાર્યો કરવા માટે પણ એક પ્રકારે મોટાપાયે એજન્ટોની ટીમ સક્રિય છે. ગરીબ આદિવાસી દીકરીઓ પ્રલોભન આપી આદિવાસી સમાજમાંથી વેચવામાં આવે છે. આ પ્રવૃત્તિ પર રોક લગાવવા કાયદામાં જોગવાઈ કરવા સરકાર સમક્ષ મેં રજૂઆત કરી છે."

  આ પણ વાંચો: 


  સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, "છેલ્લા પાંચ વર્ષથી સતત “લવ જેહાદ” અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવા મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ નથી આવવાનો. આ માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે."

  આ પણ જુઓ-

  ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હાલ પણ આદિવસીઓની છોકરીઓના કાઠિયાવાડ, મહેસાણા, અમદાવાદ સહિતના અન્ય વિસ્તારમાં લગ્ન કરાવી, લગ્ન કરાવનાર વચેટિયાઓ વર પક્ષ પાસેથી રીતસરનું કમિશન લે છે. આ ઉપરાંત આ કમિશનમાંથી યુવતીના માતાપિતાને પણ અમુક હિસ્સો આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: