દિપક પટેલ, નર્મદા : ભાજપના નેતા કેતન ઇનામદારનું રાજીનામુ અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ વિરુદ્ધ બાંયો ચઢાવી છે. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવા મેદાનમાં પડ્યા છે. તેમણે આદિવાસીઓનાં ખોટા પ્રમાણપત્રો સરકારી નોકરી મેળવવાનાં મુદ્દા અંગે અવાજ ઉઠાવવા માટે મેદાનમાં આવ્યાં છે. તેમણે કહ્યું છે કે, આદિવાસીનાં નામનો ખોટો ઉપયોગ કરીને સરકાર પર પ્રેસર કરે છે. પરંતુ આદિવાસીઓનાં નેતાઓ સમર્થનમાં બહાર આવે.
તેમણે વધુમાં કહ્યું છે કે, 'સરકાર ગમે તેની હોય પરંતુ આદિવાસી લોકોનાં પ્રશ્નમાં હું હંમેશા લડીશ. ભાજપનાં જ સાંસજ આજે ભાજપ સામે ઉગ્ર અવાજમાં બોલી રહ્યાં હતાં.' વધુમાં તેમણે જણાવ્યું કે, હું ટ્રાયબલ કમિશનરને પૂછું છે કે, કેમ તમે રદ કરેલા સર્ટિફિકેટ મંજુર કર્યા? અમે ન્યાય માટે લડીશું.
આ પણ વાંચો : જામનગર : બાઇક અને કાર અથડાતા એક જ ગામનાં ચાર યુવાનોનાં મોત
તેમણે વધુમાં જણાવ્યું કે, 'આદિવાસીઓનો હક છીનવવાનો આ પ્રયાસ સરકારનાં વહીવટી તંત્રને અમે ખુલ્લા પાડીશું. બાકીનાં લોકો દબાણ લાવી રહ્યાં છે તો અમે કેમ ન દબાણ કરીએ. દબાણનું રાજકારણ ચાલે છે. સરકાર જેની હોઈ તેની પણ જ્યારે આદિવાસીઓનો પ્રશ્ન હોઈ તો તમામ આદિવાસીએ ભેગા થવું જોઈએ.'
આ પણ વાંચો : સુરત : ડુમસ ખાતે ફિયાન્સ સાથે બેઠેલી યુવતી સાથે ગેંગરેપના કેસમાં એક આરોપી નવ વર્ષે ઝડપાયો
આ પહેલા પણ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, 'સરકારે આદિવાસીનાં હિતમાં જાતિ અંગેનાં પ્રમાણપત્રોની ખરાઈ કરી રહી છે. વનવિભાગની અને અન્ય ભરતીમાં આદિજાતીનાં પ્રમાણપત્રોની ખરાઈ દરમિયાન ખોટા પ્રમાણપત્રો મળ્યા હતાં. તેવા 150 ઉમેદવારોનાં આવા પ્રમાણપત્રો રદ્દ થયા છે. તેવા લોકો સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. સરકાર આદિવાસીઓનાં હિતમાં કાર્ય કરી રહી છે. જેથી અમે ભાજપ સરકાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે.'
Published by:News18 Gujarati
First published:January 28, 2020, 14:23 pm