નર્મદાઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લિફ્ટમાં ફસાયા

News18 Gujarati
Updated: November 13, 2018, 3:37 PM IST
નર્મદાઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લિફ્ટમાં ફસાયા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા સુશીલકુમાર મોદી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે સુશીલકુમાર મોદી સાથે મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

  • Share this:
નર્મદાઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી આજે (મંગલવારે) સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે કેવડિયા પહોંચ્યા હતાં. આ દરમિયાન તેઓ એક મિનિટ સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લાગેલી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. તેમની સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

પાવર ડ્રોપ થતા લિફ્ટ થઈ હતી બંધ

સુશીલકુમાર મોદીની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન ગુજરાત સરકાર તરફથી મંત્રી સૌરભ પટેલ હાજર રહ્યા હતા. સુશીલકુમાર તેમજ સૌરભ પટેલ લિફ્ટમાં બેસીને સરદાર પટેલના સ્ટેચ્યૂની ગેલેરી સુધી જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાવર ડ્રોપ થયો હતો. જે બાદમાં લિફ્ટ વચ્ચે જ અટકી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે બંને નેતાઓ એક મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. એક મિનિટ બાદ વીજળીનો પુરવઠો ફરી શરૂ થઈ જતાં બંને નેતાઓ પ્રતિમાની ગેલેરી સુધી પહોંચી શક્યા હતા.

આ પણ વાંચોઃ સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હજારો પ્રવાસીઓ અટવાયાં

સ્થાનિક પ્રવાસીઓને મળ્યા સુશીલકુમાર

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સ્થાનિક પ્રવાસીઓને પણ મળ્યા હતા. આ પ્રસંગે મીડિયાને સંબંધોન કરતા સુશીલકુમારે કહ્યુ હતુ કે, "મોદીજી જે કહે છે તે કરીને બતાવે છે. તેમનું સપનું સાકાર થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ માટે બિહારમાંથી પણ માટી અને લોખંડ આપવામાં આવ્યું છે. સરદારની જે પ્રતિમા બની છે તે અદભૂત છે."સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત બાદ સુશીલકુમાર મોદીએ ટેન્સ સીટી અને નર્મદા બંધની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન નર્મદા નિગમના અધિકારીઓએ તેમને સમગ્ર માહિતી આપી હતી.
First published: November 13, 2018, 2:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading