Home /News /south-gujarat /Bharuch: આ દિવસે અર્ધચંદ્રકાર સ્વરૂપે વહેતી નર્મદામાં સ્નાન કરવાથી મળે છે આ ફળ; શું છે માન્યતા

Bharuch: આ દિવસે અર્ધચંદ્રકાર સ્વરૂપે વહેતી નર્મદામાં સ્નાન કરવાથી મળે છે આ ફળ; શું છે માન્યતા

અહી ભરાશે શુક્લતીર્થનો મેળો

તારીખ-4થી નવેમ્બરથી 10મી નવેમ્બર એટલે કે દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે. ગ્રામ પંચાયત શુકલતીર્થ તરફથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિવિધ કામગીરી શરુ કરવામાં આવી છે

    Aarti Machhi, Bharuch: નર્મદા નદીના કિનારે ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વનું સ્થળ એટલે શુકલતીર્થ ગામ.નર્મદા નદીના કિનારે આવેલા શુકલતીર્થ ગામમાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે.જ્યાં કારતક માસમાં દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે.

    કોરોના કાળના બે વર્ષ દરમિયાન લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી મેળો યોજાયો ન હતો પરંતુ હાલ સરકાર દ્વારા છૂટછાટ મળતા આ વર્ષે ગ્રામ પંચાયતના સરપંચ રણજીતસિંહ માંગરોલા દ્વારા મેળાને લઇ તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે.

    તારીખ-4થી નવેમ્બરથી 10મી નવેમ્બર એટલે કે દેવ દિવાળી સુધી ભાતીગળ મેળો યોજાશે. ગ્રામ પંચાયત શુકલતીર્થ તરફથી પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિવિધ કામગીરી શરુ કરવામાં આવી છે. જેમાં વિવિધ કામોના ભાવ પત્રકો, પ્લોટોની ફાળવણી, જમીન સમતલ, જાહેર શૌચાલય વ્યવસ્થા, પ્લોટ ધારકો યાત્રિકોને પીવાના પાણીની સગવડ તેમજ નદી કિનારાના ઓવારાનું તેમજ બસ સ્ટેશનના રંગ રોગાન જેવી પૂર્વ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.



    શુક્લતીર્થના મેળામાં સ્નાન, તર્પણ, ઐતિહાસિક મંદિરોમાં સ્થાપિત દેવતાઓ દર્શનનો અનેરો મહિમા રહેલો છે ત્યારે મંદિરોના ટ્રસ્ટો તરફથી પણ રંગ રોગાન અને લાઈટીંગની પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી રહી છે.



    શાસ્ત્રોમાં કહેવાયું છે કે, દરેક વ્યકતિએ જીવનમાં એક વખત શુકલતીર્થની જાત્રા જરૂરથી કરવી જોઇએ. શુકલતીર્થ ગામની દક્ષિણ દિશાને અડીને અર્ધચંદ્રાકારે વહેતી નર્મદા મૈયામાં સ્નાન કરવાનો મોટો મહિમા છે. શુકલતીર્થમાં ઓમકારેશ્વર, અંબામાતા, દત્તાત્રેય ભગવાન, ગોપેશ્વર, મહા ભાગલેશ્વર, રણછોડરાયજી વગેરે મંદિરો આવેલાં છે.



    આ સમગ્ર તીર્થો થકી શુકલતીર્થ તીર્થક્ષેત્ર કહેવાય છે. આ તીર્થ સ્થાને બિરાજમાન શુકલેશ્વર મહાદેવજીના દર્શનનું મહત્વ કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી વધુ હોવાની માન્યતા છે. સાથે જ ભાવિક ભક્તો ભગવાન શુકલેશ્વરના દર્શન સાથે ભાતીગઢ મેળાને મહાલે છે આ મેળામાં મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ સહિતના રાજ્યના શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Fair, Local 18, Narmada

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन